રાધનપુર કોગ્રેસ દ્રારા પાલિકા ની નિષ્ફળતા વિરુદ્ધ અનોખો વિરોધ પ્રદર્શન કરાયો…

પ્રદર્શનકારી કોગ્રેસ ના કેટલાક આગેવાનો અને કાર્યકરો ની પોલીસે અટકાયત કરતાં સ્થાનિક રાજકારણ ગરમાયું…

પાટણ તા. ૧૮
રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા શહેરીજનોને પાયાની સુવિધાઓ પુરી પાડવામાં અસમર્થ રહેલ રાધનપુર પાલિકા વિરુદ્ધ મંગળવારે સુત્રોચ્ચાર સાથે પૂતળા દહન અને બેસણા સહિત નો અનોખો વિરોધ પ્રદર્શિત કરવામાં આવતા પોલીસે કોગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા રાધનપુર નું રાજકારણ ગરમાયું હતું.


ભાજપ સાશિત રાધનપુર નગર પાલિકા શહેરની જનતાને પાયાની સુવિધાઓ પુરી પાડવામાં સદંતર નિષ્ફળ રહેવાની સાથે સાથે શહેરીજનો ના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ ,રખડતા ઢોરો ના મુદ્દે રાધનપુર કોગ્રેસ દ્રારા મંગળવારે અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આપ્યો હતો.
કોગ્રેસ આગેવાનો એ પાલિકા વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પાલિકા નું બેસણું યોજી પુતળા દહન સહિત નો વિરોધ કરતાં રાધનપુર પોલીસે કોગ્રેસ આગેવાનો અને કાર્યકરોને અટકાવી કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરતા રાધનપુર નું સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here