લોકસભા પૂર્વ સ્પીકર ડો.કિરીટભાઈ સોલંકી અને રા.અનુ.જાતી આયોગના પૂર્વ સદસ્ય રાજુભાઈ પરમારે પત્રકાર યશપાલ સ્વામીના નિવાસ સ્થાને લીધી શુભેચ્છા મુલાકાત

રાજકીય આગેવાનોએ ધર્મપત્રકાર સ્વ.મનસુખ સ્વામીની ધાર્મિક લેખન પ્રવૃત્તિના સંસ્મરણોને યાદ કયૉ…

પાટણ શહેરના ટેલીફોન એક્સચેન્જ રોડ પર આવેલ મીનળપાકૅ સોસાયટી માં રહેતા પાટણ ના જાણીતા પત્રકાર યશપાલ સ્વામીના નિવાસ્થાને આજરોજ તેમના પિતા સ્વર્ગસ્થ ધર્મ પત્રકાર મનસુખ સ્વામીના પરમ મિત્ર અને પૂર્વ પેનલ સ્પીકર લોકસભા,પૂર્વ ચેરમેન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના ડો. કિરીટભાઈ સોલંકી તેમજ પૂર્વ સદસ્ય રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ના રાજુભાઈ પરમાર અને દલિત સમાજના રાજકીય આગેવાનો,કાયૅકરો સાથે પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોની શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતાં.

ઉપરોક્ત રાજકીય મહાનુભાવોનું યશપાલ સ્વામી અને તેમના ધર્મ પત્ની હેતલબેન સ્વામી સહિત પરિવારજનો એ મીઠા આવકાર સાથે સ્વાગત કરી આવકાયૉ હતાં.
ડો.કિરીટભાઈ સોલંકીએ ધર્મપત્રકાર મનસુખભાઈ સ્વામી સાથે ના તેમના સંસ્મરણોને વાગોળી તેમની ધાર્મિક લેખન પ્રવૃત્તિઓને યાદ કરી હતી.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન ડો.કિરીટભાઈ સોલંકી અને રાજુભાઈ પરમાર સહિતના રાજકીય આગેવાનો, કાયૅકરોને સ્વામી પરિવારના દાનવીર દાતા પરિવારના મોભી અને અમેરિકા સ્થિત મનસુખભાઈ પરસોતમદાસ સ્વામી એ પણ શુભેચ્છા મુલાકાત લઈ રાજકીય આગેવાનો ને અમેરિકા તેમના નિવાસ સ્થાને પધારવાનું આમંત્રણ પાઠવ્યું હતું………..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here