વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની પૂર્વસંધ્યાએ “નમો કે નામ રક્તદાન” શિબિરનું આયોજન કરાયું…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન (૧૭ સપ્ટેમ્બર) ની પૂર્વસંધ્યાએ ગુજરાત રાજ્યભરમાં વિશાળ સ્તરે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫, ના રોજ સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધી, રાજ્યના કુલ ૩૭૮ સ્થળોએ એકસાથે “નમો કે નામ રક્તદાન” શિબિરો યોજાઈ હતી.

આ આયોજન ઓપરેશન સિંદૂરની સફળતા અને વિશ્વ રક્તદાતા દિવસ ૧૪ જૂન ની ઉજવણીના ભાગરૂપે, મદદગાર પરિવાર, શૈક્ષણિક સંઘો તથા તમામ કર્મચારી મંડળોના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું છે.
તો પાટણ માં મ્યુઝિયમ હોલ, કોલેજ કેમ્પસ,ખાતે પાટણ, ચાણસ્મા અને સરસ્વતી તાલુકાના કર્મચારીઓ એ મોટી સંખ્યા માં બ્લડ ડોનેટ કરી વડાપ્રધાન ના જન્મ દિન ને યાદગાર બનાવવાના પ્રયાસો કર્યા હતા
આ કાર્યક્રમની નોંધણી Official Book of World Records તથા World Book of Records, London માં થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં ૧,૨૫,૦૦૦ રક્તવીરો ઓનલાઈન અને ઓફલાઈન મળી કુલ રજિસ્ટ્રેશન કરી ચૂક્યા છે.તો બ્લડ ડોનેશન ના કાર્યક્રમ ને સફળ બનાવવા પાટણ જિલ્લા સંયુક્ત મોરચા પ્રમુખ જીતુભાઈ પટેલ, ઉત્તર ગુજરાત ઝોન કન્વીનર નિલેશભાઈ પટેલ, કન્વીનર મનીષભાઈ પટેલ, પાટણ તાલુકા કન્વીનર જતીનભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, તલાટી મંડળના પ્રમુખ સતીશભાઈ જાદવ તેમજ વિવિધ સંઘોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તો deo અશોકભાઈ ચૌધરી એ પણ પોતાનો બ્લડ આપીને વડાપ્રધાનના જન્મદિનને યાદગાર બનાવવાના પ્રયાસો કર્યા હતા તો રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા પૂર્વ શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here