પાટણ તા. ૯
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની રક્ષાબંધનના પવિત્ર દિવસે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના કાર્યાલય ખાતે મહત્વની બેઠક મળી હતી.

આ બેઠકમાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી તરીકે યશપાલ મનસુખભાઈ સ્વામીની વરણી કરવામાં આવતા તેઓની વરણીને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ કલ્પેશભાઈ સ્વામી, દશરથભાઈ પ્રજાપતિ, રમેશભાઈ સ્વામી,ભગવાનભાઈ સ્વામી, તેમજ સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી,ખન્ના ભાઈ સ્વામી સહિત પ્રજાપતિ સમાજના લોકોએ વધાવી શુભેચ્છાઓ પાઠવી શ્રી પદ્મનાભ મંદિર વાડી પરિસરના વિકાસ કાર્યો ને વેગવંતા બનાવે તેવી અભિલાષા વ્યકત કરી હતી.
શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી તરીકે વરણી કરાયેલા યશપાલ સ્વામી એ પણ પોતાના પર વિશ્વાસ મૂકી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ દ્વારા તેઓની પ્રમુખ ટ્રસ્ટી તરીકે કરાયેલી વરણી બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે શ્રી પદ્મનાભ મંદિર વાડી પરિસર સહિત સમગ્ર પ્રજાપતિ સમાજ ના દરેક કાર્યો મા તેઓ સૌને વિશ્વાસમાં રાખી કાર્ય કરશે તેવી હૈયાધારણા આપી હતી.




