શ્રી બી. ડી. સાર્વજનિક વિધાલય પાટણમાં 79મા સ્વતંત્રતાદિન પર્વની  ઉજવણી કરવામાં આવી…

શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી. ડી. સાર્વજનિકવિધાલય,પાટણ અને શ્રી ટી ડી સ્માર્ટ વિધાલય, પાટણના સંયુક્ત ઉપક્રમે 15 ઓગસ્ટ, 2025 ને શુક્રવારના રોજ ભારતના 79મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ દેશભક્તિની થીમ પર ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિની ભાવના સાથે ઉજવવામાં આવ્યો હતો. ઇન્ડિયન આર્મીના જવાનોના મુખ્યમહેમાન પદે આયોજીત કાર્યક્રમની શરૂઆત શાળાના દાતાશ્રી ભોગીલાલ શેઠ ને પુષ્પમાલા અર્પણ કરી,  સરસ્વતી માતાની વંદન કરી તેમજ  ભારત મંદિર પર ભારત માતા ની સામુહિક આરતી કરી શહીદ સ્મારક પર શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ ધ્વજ નું ધ્વજવંદન  કરવામાં આવ્યું હતું તેમજ તિરંગા ને સલામી અર્પણ કરવામાં આવી હતી, કાર્ક્રમના મુખ્યઅતિથિ બી કે પરમાર ઇન્ડિયન આર્મી સુબેદાર અને સુનિલભાઈ ગૌસ્વામી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો સમૂહમાં રાષ્ટ્રીય ગીત ગીવાયુ, હતુ, ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતોમાં મોદી વિધિશા, સોલન્કી યોગેશ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ની દીકરીઓ દ્રારા નૃત્ય અને સ્કિટના માધ્યમથી સ્વતંત્રતા સંઘર્ષ અને દેશના વીર શહીદોની યાદમાં સિંદૂરમાં અર્પણ કરાયેલાં આયોજનો રજૂ કરવામાં આવ્યા. સાથે સાથે ધ્રુવી પરેશભાઈ દ્વારા સેલ્ફોફોન રજૂ કરી તમામ ને મંત્ર મુગ્ધ કર્યા હતા. વિદ્યાલયના પ્રિન્સિપાલ ડૉ બળદેવભાઈ દેસાઈ એ પોતાના ઉદ્બોધનમાં સ્વતંત્રતા દિવસના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને વિદ્યાર્થીઓને દેશની એકતા, અખંડતા અને વિકાસ માટે પોતાનું યોગદાન આપવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે સ્થાનિક સમિતિના સભ્ય ડૉ અતુલભાઈ અગ્રવાલ, કેતનભાઈ પટેલ, ડૉ રાકેશભાઈ મહેતા, કમલેશભાઈ શાહ, હીરાભાઈ પ્રજાપતિ તેમજ વિધાલય અને પ્રાથમિકના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહી આ રાષ્ટ્રપ્રેમી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આખો દિવસ એક ઉત્સવી અને ઉર્જાથી ભરેલાં વાતાવરણમાં પસાર થયો અને સૌએ એકતા અને દેશપ્રેમની ભાવના અનુભવી. પી ડી ઝાલા અને કે આઈ દેસાઈ દ્રારા વિધાર્થીઓ ને પ્રસાદ આપવામાં આવ્યો હતો. ભાગલેનાર બાળકો ને ઇનામ સ્વરૂપે રોકડ રકમ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ ઓધારભાઈ એ કર્યું હતું. અંતે, ‘દેશભક્તિના નારા’ની ગૂંજ સાથે કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here