સરકાર દ્વારા રૂ. ૧ લાખના રોકડ પુરસ્કાર સાથે એવોડૅ એનાયત કરી સન્માનિત કયૉ..
પાટણ તા. ૨૨
ઉતર ગુજરાતમાં શિક્ષણની સાથે સાથે સંકુલની શ્રેષ્ઠતા ને પ્રાધાન્ય આપી સતત ત્રીજી વખત શ્રી શ્રેષ્ઠતા સંકુલ નો એવોડૅ મેળવનાર શ્રી સાર્વજનિક વિદ્યાસંકુલ પરિવાર મહેસાણા એ ગૌરવ પ્રાપ્ત કર્યુ છે.
સતત ત્રીજી વાર શ્રેષ્ઠતા નો પારિતોષિક હાંસલ કરી ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરનાર શ્રી સાર્વજનિક વિદ્યા
સંકુલ પરિવાર મહેસાણાના સંચાલક ડો. દિલીપભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સતત ત્રીજી વખત શ્રેષ્ઠતા નો પારિતોષિક હાંસલ કરનારી અમારી શ્રી સાર્વજનિક કેળવણી
મંડળ, મહેસાણા સંચાલિત શ્રી જે. એમ. ચૌધરી સાર્વજનિક વિદ્યાલય, મહેસાણા ને ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માટે સરકારશ્રી ના શિક્ષણ વિભાગ દ્વારા શહેરી સંવર્ગની “શ્રેષ્ઠ શાળા એવોર્ડ” પ્રાપ્ત કર્યો છે. શાળાના છેલ્લા પાંચ વર્ષના પરિણામો તેમજ શાળાનું વ્યવસ્થાપન અને અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ સહિતને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
શ્રી જે. એમ.ચૌધરી સાર્વજનિક વિદ્યાલય, મહેસાણા ને સતત ત્રીજીવાર આ એવોર્ડ મેળવતા સરકાર શ્રી દ્વારા રૂ.૧ લાખ નું રોકડ ઇનામ પણ પુરસ્કૃત કરવામાં આવ્યું છે.
સંકુલમાં અભ્યાસ કરતા ૨૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, વિદ્યાર્થીઓની સલામતી માટે વિશેષ પ્રકારની સુવિધાઓ અને સમય સાથે કદમ મિલાવી શિક્ષણમાં આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ રસપ્રદ બનાવ્યું છે તેથી જ અમારી શાળાને સતત ત્રીજીવાર શ્રીશાળા નો શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે આ ઉપલબ્ધિ મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ઉતર ગુજરાતના શૈક્ષણિક જગત માટે એક ગૌરવપૂર્ણ બાબત હોવાનું જણાવી તેઓએ આ સિદ્ધિ મેળવવા બદલ, સંકુલ ના તમામ વિદ્યાર્થી
ઓ,શિક્ષકો અને વાલીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.



