પાટણ તા. ૨૮
પાટણ ની શેઠ.એમ.એન હાઈસ્કુલ ખાતે આયોજિત જિલ્લા કક્ષાની શાળાકીય ટેક્વોન્ડો સ્પર્ધામાં સમી પી.આર. પરમાર હાઈસ્કૂલના વિધાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

જેમાં અંડર 17 વય જૂથમાં ઠાકોર સાગર 35 થી 38 વજનમાં દ્રિતીય
,રાવળ કેતન 41 થી 45 વજનમાં દ્રિતીય,ઠાકોર અજીત 45 થી 48 વજનમાં તૃતીય,ઠાકોર અંકિત 48 થી 51 વજનમાં પ્રથમ,ઠાકોર અનિરુદ્ધ 48 થી 51 વજનમાં દ્રિતીય,લુહાર મહિપાલ 78+ વજનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો.
જ્યારે અંડર 19 વય જૂથમાં ઠાકોર ગોપાલ 41 થી 45 વજનમાં પ્રથમ, ઠાકોર જયદીપ 41 થી 45 વજનમાં દ્રિતીય, મકવાણા સુનિલ 45 થી 48 વજનમાં પ્રથમ,ઠાકોર મેહુલ 48 થી 51 વજનમાં પ્રથમ,ઠાકોર મૌલિક 48 થી 51 વજનમાં દ્રિતીય,ઠાકોર નિકુલ 55 થી 59 વજનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. સ્પોર્ટ્સ કોચ હરેશભાઈ ચાવડા દ્વારા સૌ વિધાર્થી ઓને કઠીન મહેનત અને તાલીમ આપીને ઉત્કૃષ્ટ પરિણામ લાવવા બદલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ દુદખીયા,શાળા આચાર્ય ભાવસંગજી ઠાકોર,સુપરવાઇઝર સંજયભાઈ ઠાકોર સહિત શિક્ષકગણે વિધાર્થીઓ અને કોચને શુભેચ્છાઓ પાઠવી હતી.



