પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 24 માર્ચ 2026 ના રોજ વોટર સેનિટેશન મેનેજમૅન્ટ ઓર્ગેનાઈજેશન (વાસ્મો) તથા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા મહિલા સશક્તિકરણ અંગે વિશેષ કાર્યશાળા, બીઆરસી સરસ્વતી દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યો માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ અને આઇ. સી. ડી. એસ. પાટણ દ્વારા આંગણવાડી કાર્યકરો માટે પોષણ સંગમ વિશે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બધા કાર્યક્રમોમાં ૪૦૦ થી વધુ સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વાસ્મો તથા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યશાળા ના ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાપનમાં મહિલાઓની સક્રિય ભૂમિકા મજબૂત બને તે હેતુસર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોહિત ભાઈ સોલંકી (આસિસ્ટન્ટ મેનેજર – સોશિયલ), તરુણભાઇ પટેલ (આસિસ્ટન્ટ મેનેજર – ટેકનિકલ) તેમજ મિલનભાઈ શુક્લા (આસિસ્ટન્ટ મેનેજર – વોટર ક્વોલિટી) દ્વારા મહિલાઓને પાણી સંચાલન, ગુણવત્તા જાળવણી અને સ્વચ્છતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

સરસ્વતી તાલુકામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાઓના આચાર્યો અને શિક્ષકો માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક ક્ષેત્રમાં નવી દિશા અને માર્ગદર્શન પ્રદાન કરવાનો હતો. જેમાં શૈક્ષણિક ગુણવત્તા વધારવા, શાળાઓના સંચાલનને વધુ અસરકારક બનાવવા અને નવી શૈક્ષણિક પહેલોને અમલમાં મુકવા અંગે માર્ગદર્શન આપવામાં આવી હતી.
આઇ. સી. ડી. એસ. પાટણ દ્વારા આંગણવાડી કાર્યકરો માટે પોષણ સંગમ વર્કશોપ અંતર્ગત મહિલાઓ અને બાળકોમાં પોષણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી. એલ. પટેલ એ જણાવ્યું હતું કે સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્ર માટે, બધા બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે યોગ્ય પોષણ સુનિશ્ચિત કરવું આવશ્યક છે.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી મુજબ આવા કાર્યક્રમોના આયોજન થી સમાજને પ્રાથમિક સ્તરે શાળાની શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં મદદ કરશે અને મહિલા સશક્તિકરણ સાથે મહિલાઓ અને બાળકોના પોષણ અંગે જાગૃતિ ફેલાવી ભારત ને આત્મનિર્ભર તથા વિકસિત બનાવવામાં મદદરૂપ થશે.




