સિદ્ધપુરમાં શ્રીજી આર્કેડ ની દુકાન માંથી શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો..

જિલ્લા પુરવઠા ટીમે જથ્થો સીઝ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી..

પાટણ શહેરમાં પણ કેટલાક વેપારીઓ ખુલ્લેઆમ આવી પ્રવૃત્તિ કરતાં હોવાની પ્રબુદ્ધ નગરજનોમા ચચૉઓ..

પાટણ તા. ૧૭
પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે સસ્તા અનાજનો સંગ્રહ અને વેચાણ થતું અટકાવવા માટે જિલ્લા પુરવઠા તંત્રની ટીમે સિદ્ધપુર શહેરમાં કાકોશી ફાટક પાસે, જી-૩૦,શ્રીજી આર્કેડ ખાતે આવેલી અજીતસિંહ જવાનજી ઠાકોરની દુકાનમાં ઓચિંતો છાપો મારીને શંકાસ્પદ અનાજ નો જથ્થો પકડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ તપાસ દરમિયાન દુકાન માંથી મળી આવેલ અનાજ નો જથ્થો જાહેર વિતરણ વ્યવસ્થાનો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
પાટણ જિલ્લા પુરવઠા વિભાગની ટીમે ૧૮૪૩ કિ.ગ્રા.ચોખા,૩૮૬ કિ.ગ્રા. ઘઉં, ૪૪ કિ.ગ્રા.બાજરી, ૫૪ કિ.ગ્રા.ચણા મળી કુલ રૂ.૬૫૬૫૪ નાં ૨૩૨૮ કિલો ગ્રામ અનાજનો જથ્થો સિઝ કરી ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના (વેપારીઓના નિયમન કરવા બાબતના) હુકમ- ૧૯૭૭ ની કંડિકા-૧૧ મુજબ આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ મોટા જથ્થાની ખરીદી કે વેચાણ અંગેના કોઈ સંતોષ કારક જવાબ કે બિલ,પુરાવા કે આધારભૂત દસ્તાવેજો વેપારી રજૂ કરી શક્યા ન હોય ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનનો અનાજ પુરવઠો કેટલાક વેપારીઓ ખુલ્લેઆમ હાટડીઓ શરૂ કરી સસ્તા ભાવે ખરીદ કરતાં હોવાની ચચૉઓએ જોર પકડયું છે ત્યારે જિલ્લા પુરવઠા વિભાગની ટીમે પાટણ શહેરમાં પણ આવી આકસ્મિક તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માગ પાટણના પ્રબુદ્ધનગરજનો મા ઉઠવા પામી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here