પાટણ તા. ૨૭
મહારાષ્ટ્રીયન લોકોમાં શ્રી ગણપતિ મહોત્સવ નું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે હવે ગુજરાત સહિત અન્ય રાજયોમાં પણ ભક્તિમય માહોલ મા ગણેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે પાટણ શહેર અને જિલ્લા મા પણ ગણેશ ભકતો દ્રારા ગણેશ ઉત્સવો ના આયોજનો કરવામાં આવે છે.
બુધવારે ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસે ગણેશ ભકતો દ્રારા ભગવાન શ્રી ગણેશ ની પ્રતિમા ને વાજતે ગાજતે ગણપતિ બાપ્પા મોરિયાના ગગન
ભેદી નાદ વચ્ચે પંડાલમાં બિરાજમાન કરી એક દિવસ, ત્રણ દિવસ, પાચ દિવસ અને અગિયાર દિવસ માટે સ્થાપન કરી વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે ગણેશ ઉત્સવની ઉજવણી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લાના સિધ્ધ
પુર શહેરમાં શ્રી કેળવણી સહાયક મંડળ સિદ્ધપુર સંચાલિત પી.જે.એ અને આર. કે.શાહ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે પણ કોમી એકતા સાથે શ્રી ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યુ હતું.
શાળાના આચાર્યા બહેન સરસ્વતીબેન પ્રજાપતિએ કળશ અને શાળાના સિનિ
યર ક્લાર્ક અમીરઅલી મોમીને ગણપતિદાદાની મૂર્તિ ને પોતાના માથે ઉપાડી વાજતે ગાજતે શાળા સંકુલમાં ગણેશજી ની સ્થાપના કરી ગણેશ વંદના સાથે ગણેશ ઉત્સવ નો પ્રારંભ કરાવ્યો હતો.
આ ગણેશ ઉત્સવ ના પ્રારંભ પ્રસંગે શાળાના શિક્ષક વિપુલભાઈ એમ.પ્રજાપતિ સહિત
બંસીલાબેન,મનીષાબેન
દર્શનાબેને શાળાની વિદ્યાર્થિનીઓને ગણેશ ઉત્સવનું મહત્વ સમજાવી ગણેશ ઉત્સવમાં સહ
ભાગી બન્યાં હતાં.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



