પોતાના આત્મ વિશ્વાસ સાથે અનેક એવોર્ડ મેળવી પાટણ સહિત ગુજરાતનું નામ રોશન કર્યું…
પાટણ તા.૧૪
આઈસમેન અને આયૅનમેનની સાથે સાથે ગુજરાત ના મિલ્ખાસિંઘ ની ઉપાધિ મેળવી પાટણ જિલ્લા અને ગુજરાત ને ગૌરવ અપાવનાર સરસ્વતી તાલુકાના સરિયદ ગામના વતની અને ધણાં વર્ષો થી દેશની રક્ષા કાજે પોતાનું જીવન સમર્પિત કરી હાલમાં કનૅલ તરીકે ની ફરજ બજાવતા નિતિનભાઈ જોષીએ તાજેતરમાં લખનઉ ખાતે યોજાયેલ મેંરેથોન માં ૨૧ કિ.મી.માં ૫૦ વર્ષ થી ઉપરની કેટેગરીમાં ભાગ લઈને પ્રથમ નંબર પ્રાપ્ત કરી વધુ એક વખત પાટણ પંથક સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે.
કનૅલ નિતિનભાઈ જોષીએ અનેક હૈરત અંગેજ કરતબો ની સાથે સાથે પોતાના આત્મ વિશ્વાસ થી જે પણ સ્પધૉ માં ભાગ લીધો છે તેમાં અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો છે.
તાજેતરમાં પણ તેઓએ લખનઉ ખાતે આયોજિત ૨૧ કિ.મી.ની મેરેથોનમાં ભાગ લઈને પ્રથમ નંબરે વિજેતા બનતા તેઓને ઉપસ્થિત અધિકારીઓના વરદ હસ્તે પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કનૅલ નિતિનભાઈ જોષી ની સાહસિકતા અન્ય યુવાનો ને પ્રેરણા પુરી પાડી રહી છે. ત્યારે તેઓ પણ આજની યુવા પેઢી ને વ્યસન થી દુર રહી દેશ ની રક્ષા કાજે પોતાનું જીવન સમર્પિત કરવા શીખ આપી રહ્યા છે.
અહેવાલ:- યશપાલ સ્વામી પાટણ ..



