પાટણ તા. ૧૮
રાધનપુર શહેરમાં એક મહિલા સાથે મારપીટ અને ધમકીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.
અને આ બાબતે મહિલાએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ રાધનપુર શહેરમાં મહિલા પોતાના માતા-પિતાના ઘરે હાજર હતા, ત્યારે ગાંધીધામના જયપ્રકાશ સૂર્યકાંતભાઈ કલવાણી અને પરેશભાઈ નામના બે શખ્સો ગાડી લઈને તેઓના ઘરે આવ્યા હતા અને મહિલાને અપશબ્દો બોલી ગાડીમાં બેસવાનું દબાણ કર્યું હતું.જોકે મહિલાએ ગાડી મા બેસવાનો ઈન્કાર કરતાં બંને શખ્સોએ તેમના પર શારીરિક હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પીડિત મહિલાએ ઉપરોક્ત બંને સામે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.



