આગામી તા.૫ ઓક્ટોમ્બર ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં તમામ નું રજિસ્ટ્રેશન કરી નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

પાટણ તા.૨૬
પાટણ શહેરમાં વિશેષ કાર્યકમો આયોજિત કરી આગવી ઓળખ ઉભી કરનાર માં નો પરિવાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ ને ધ્યાનમાં રાખીને આગામી તારીખ ૫ ઓક્ટોમ્બર ના રોજ પાટણ સમીપ આવેલ કે. સી.પટેલ વિદ્યાસંકુલ ખાતેના લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે સાંજે 6:30 કલાકે થી અંગદાન એ જ મહાદાન ના પ્રચાર-પ્રસાર અર્થે રાધે રાસોત્સવ નું બરોડાના હિમાલી જોશી અને તેમના કલા વૃદના સથવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં વિનામૂલ્યે તમામ લોકોને પ્રવેશ આપવામાં આવનાર છે જોકે પ્રવેશ મેળવનાર દરેકે પોતાનું રજીસ્ટ્રેશન તારીખ 1 ઓક્ટોમ્બર થી તારીખ 4 ઓક્ટોમ્બર સુધી શહેરના ટેલીફોન એક્સચેન્જ રોડ પર આવેલ સિધ્ધરાજ ક્રેડીટ સોસાયટી ખાતે બપોરે 1 થી 4 ના સમય દરમિયાન કરાવી એન્ટ્રી પાસ મેળવી લેવાના રહેશે.
રાધે રાસોત્સવ ના આ કાર્યક્રમમાં અંગદાન એજ મહાદાન અભિયાન ના પ્રણેતા દિલિપદાદા દેશમુખ ખાસ ઉપસ્થિત રહી અંગદાન અંગે લોકોને પ્રેરણા પુરી પાડશે.તો આ કાર્યક્રમને સફળ બનાવવા માં નો પરિવારના કે.સી.પટેલ, દશૅક ત્રિવેદી,યતિન ગાંધી, કમલેશ સ્વામી, મિલન ભાટિયા સહિત પ્રોજેક્ટ ચેરમેન સ્નેહલ પટેલ, ઉત્કર્ષ પટેલ અને કોરિયોગ્રાફર નિશા સોની સહિત તેમની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



