પાંજરાપોળ ગ્રાઉન્ડ પાટણ ખાતે શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી. ડી. સાર્વજનિક વિદ્યાલયનો ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું.

માતાજીની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રી નિમિત્તે વિધાલયના આયોજન હેઠળ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ના સહયોગથી રંગબેરંગી અને સાંસ્કૃતિક ગરબા મહોત્સવ યોજાયોહતો.
ગરબા મહોત્સવ કાર્યક્રમની શરૂઆત માં દુર્ગાના પૂજન અને આરતીથી કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પરંપરાગત ટ્રેડીશનલ વેશભૂષામાં ઉત્સાહપૂર્વક ગરબાની રમઝટથી રજૂઆત થઇ હતી. સમગ્ર કાર્યક્રમમાં સાંસ્કૃતિકતાનું ઉત્તમ પ્રદર્શન જોવા મળ્યું. માતાજી ના ગરબાના તાલે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણને ઉજાસભેર ઝૂમતા જોવા મળ્યા. શાળાના વડા ડૉ. બી આર દેસાઈ એ નવરાત્રી મહોત્સવની સફળતા માટે ગરબામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી તેમજ ભારતીય સંસ્કૃતિ જાળવી રાખવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક જાગૃતિ અને સામૂહિક સહકારની ભાવના વિકસાવે છે. સમગ્ર આયોજન સફળ અને યાદગાર રહ્યું.



