આમ આદમી પાર્ટી દ્વારા પાટણ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે બેઠક યોજાઈ :

પાટણ: આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરના વોર્ડ નં. 3 સ્થિત રામકૃપા સોસાયટી ખાતે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન પાટણ નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓ માટે ચાલી રહેલી કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરી, તેમને કાયમી ધોરણે નોકરીમાં પાક્કા કરવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આવનારા સમયમાં પાટણ શહેરના સફાઈ કર્મચારીઓને સાથે રાખીને નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સમક્ષ આ મુદ્દે સત્તાવાર રજુઆત કરવામાં આવશે.

આ પ્રસંગે પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી, સહ પ્રભારી જગદીશભાઈ પરમાર, શહેર પ્રમુખ ઉત્તમભાઈ ડોડીયા, શહેર સહ પ્રભારી નિર્મળભાઈ સોલંકી, જિલ્લા ખજાનચી મનુભાઈ ઠક્કર અને જિલ્લા એસ.સી. સેલ પ્રમુખ દિલીપભાઈ સોલંકી તેમજ ફીરોઝખાન ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here