મેમદપુરનો મહાસંગ્રામ: ભાજપના રાજુજી રાઠોડનું શક્તિપ્રદર્શન!
જનતાના દિલમાં વસ્યા રાજુજી, વિરોધીઓના છૂટ્યા પરસેવા!
ગુજરાતના રાજકીય મેદાનમાં અત્યારે ગરમી વધી છે, પણ સૌથી વધુ ચર્ચા જો કોઈ સીટની થતી હોય તો એ છે મેમદપુર જિલ્લા પંચાયત સીટ!
ભારતીય જનતા પાર્ટીએ અહીં ‘માસ્ટર સ્ટ્રોક’ મારતા રાજુજી રાઠોડને મેદાનમાં ઉતાર્યા છે. મેમદપુરની ગલીઓ અત્યારે ભાજપના નારાઓથી ગુંજી રહી છે. ભાજપના ઉમેદવાર રાજુજી રાઠોડે ઉમેદવારી નોંધાવતા જ મેમદપુર બેઠકનું રાજકારણ પલટાઈ ગયું છે. સામાજિક આગેવાન તરીકેની છબી અને લોકો વચ્ચે સતત હાજર રહેવાની તેમની આદત આજે તેમને જીતના દ્વાર સુધી લઈ જતી દેખાય છે.
સ્થાનિક લોકોમાં રાજુજી રાઠોડને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. પ્રજાનું માનવું છે કે રાજુજી માત્ર નેતા નથી, પણ સુખ-દુઃખના સાથી છે. સરળ સ્વભાવ અને મીઠી વાણીના માલિક રાજુજીને મળવા માટે લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે.
મેમદપુરના મતદારોનું ગણિત બહુ સ્પષ્ટ છે! લોકોનું કહેવું છે કે જો રાજ્યમાં ભાજપની સરકાર હોય અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપ વિજેતા બને, તો વિકાસની ગતિ બુલેટ ટ્રેન જેવી બની જશે. સ્થાનિક પ્રશ્નો સીધા ગાંધીનગર સુધી પહોંચશે અને નિરાકરણ પણ ફટાફટ આવશે!
હાલના સંજોગો જોતા લાગે છે કે મેમદપુર બેઠક પર ભાજપનો ભગવો લહેરાવો હવે માત્ર સમયની વાત છે. રાજુજી રાઠોડની લોકપ્રિયતા અને ભાજપની લહેર વિરોધીઓ માટે મોટો પડકાર બની ગઈ છે.
અત્યારે તો મેમદપુરમાં રાજુજી પ્રત્યે ‘પ્રચંડ સમર્થન’નો જુવાળ છે. રાજુજી રાઠોડની આ લોકપ્રિયતા વોટમાં કેટલી બદલાશે એ તો સમય કહેશે, પણ હાલના તબક્કે રાજુજી ‘સુપરહિટ’ સાબિત થઈ રહ્યા છે…….!




