થરા ભાભર રોડ સામે રોડ ક્રોસ કરી રહેલ આધેડના ટ્રકની હડફેટે આવતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

ઓગડ તાલુકા મુખ્ય મથક થરા નગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં -૨૭ પર થરા-રાધનપુર ઓવરબ્રિજ ઉતરતા થરા- ભાભર રોડ સામે આવેલ નેશનલ હાઈવે પર ગઈકાલે વહેલી સવારે ઓવર બ્રિજ પરથી પૂરઝડપે આવતી ટ્રક નં. જી. જે.૮ એ ડબલ્યુ ૯૨૧૧ની હડફેટમાં રોડ ક્રોસ કરી રહેલા એક આધેડ આવતા છાતીના નીચેના ભાગે ટ્રકના ટાયર ફરી વળતા આધેડનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો.
જાણવા મળતી માહિતીનુસાર, મૃતક જાલમભા કેસરસિંહ ઝાલા (જ્લુભા) મુળ રહે.ઝીઝુવાડા હાલ થરા વજેગઢ વિસ્તારમાં રહેતા ઉંમર વર્ષ સાઈઠ હોવાનું જાણવા મળ્યું છે. આ સ્થળે મહિના દોઢ મહિના પહેલા રાજુભાઈ ઠકકરનો પુત્ર પણ ટ્રેકટરની હડફેટે આવતાં મૃત્યુ પામ્યો હતો. ઘટનાથી આ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
અકસ્માતની જાણ લોકોને થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટીપડ્યા હતા.થરા પોલીસને જાણ થતા પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વેરવિખેર પડેલ મૃતદેહનો કબજો લઈ પોસ્ટ મોર્ટમ માટે થરા જે. વી શાહ રેફરલ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. અને પી.એમ. બાદ વાલી વારસને સોંપી
થરા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here