એલસીબી પાટણની સફળ કામગીરી : દર્ગાહની વાડીમાંથી છોટા હાથીમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી રૂ. 8.25 લાખના મુદામાલ સાથે દારૂ ઝડપાયો.

અમીર સહીદ સાહેબ દર્ગાહની વાડીમાંથી છોટા હાથીમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી રૂ. 8.25 લાખના મુદામાલ સાથે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો


પાટણ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના અમીર સહીદ સાહેબ દર્ગાહની વાડીમાં છોટા હાથીમાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો એલ.સી.બી. પાટણની ટીમે ઝડપી પાડ્યો હતો. કુલ રૂ. 8,25,190/- ના મુદામાલ સાથે આરોપીઓને સ્થળ પરથી જ પકડી પાડવામાં આવ્યા હતા.

સરહદી રેન્જ, ભુજના મે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તેમજ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક વી.કે. નાથી દ્વારા પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદે પ્રવૃત્તિઓને લગતા ખાસ સૂચનાના અનુસંધાનમાં એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સપેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી અમલમાં મુકાઈ હતી.
બાતમીના આધારે દર્ગાહની વાડીમાં તપાસ કરવામાં આવતા TATA કંપનીનાં સફેદ રંગનાં છોટા હાથી (નં. GJ-08 AU-8267, કિંમત રૂ. 5,00,000)ના ડાલામાં ઘોડા જીવને આડમાં રાખી ગુપ્ત ખાનુ બનાવવામાં આવ્યું હતું. તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન 485 નંગ, કિંમત રૂ. 2,65,190/-, તેમજ મોબાઇલ બે નંગ, કિંમત રૂ. 10,000/- અને ઘોડા જીવ કિંમત રૂ. 50,000/- મળી કુલ રૂ. 8,25,190/- નો મુદામાલ કબજે કરાયો.

કાર્યવાહી દરમ્યાન દારૂ સપ્લાય કરનાર ભીલ વીરારામ માનારામ (રા. બાઉડી કલા, બારમેર – રાજસ્થાન) અને દારૂ મંગાવનાર ફારૂકી મુસ્તકીમ કયુમુદ્દીન (બોકરવાડો, પાટણ)ને સ્થળ ઉપરથી જ ઝડપી પાડવામાં આવ્યો હતો.
જ્યારે દારૂ મંગાવનાર ફારૂકી સદ્દામ કયુમુદ્દીન અને ફારૂકી આરીફ કયુમુદ્દીન સ્થળ પરથી ફરાર થયો હતો. ચારેય વિરુદ્ધ પાટણ સીટી ‘એ’ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓ :

ભીલ વીરારામ માનારામ હેમરાજરામ – રહે. બાઉડી કલા, બાડ મેર (રાજસ્થાન)

  1. ફારૂકી મુસ્તકીમ કયુમુદ્દીન – રહે. બોકરવાડો, પાટણ
    પકડવાના બાકી આરોપીઓ :**
  2. ફારૂકી સદ્દામ કયુમુદ્દીન – રહે. બોકરવાડો, પાટણ
  3. ફારૂકી આરીફ કયુમુદ્દીન – રહે. બોકરવાડો, પાટણ
    કબ્જે કરાયેલ મુદામાલ :
  • વિદેશી દારૂની બોટલ/ટીન : 485 નંગ — રૂ. 2,65,190/-
  • TATA છોટા હાથી વાહન — રૂ. 5,00,000/-
  • મોબાઇલ — 2 નંગ — રૂ. 10,000/-
  • ઘોડો જીવ — 1 નંગ — રૂ. 50,000/-
    કુલ મૂલ્ય : રૂ. 8,25,190/-
    આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ :

1. ભીલ વીરારામ માનારામ હેમરાજરામ

  • વિઠલાપુર, અમદાવાદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11192062240167 – પ્રોહિબિશન કલમ 116-B, 65(e), 65-A, 81, 98(2)
    2. ફારૂકી મુસ્તકીમ કયુમુદ્દીન
  • પાટણ તાલુકા પો.સ્ટે ગુ.ર.નં. 11217026230531 – એમ.વી.એક્ટ તથા પ્રોહિબિશન એક્ટની કલમો
    3. ફારૂકી સદ્દામ કયુમુદ્દીન
  • પાટણ સીટી ‘એ’ ડિવિઝન પો.સ્ટે ગુ.ર.નં. II/0130/2014 – ઈ.પી.કો.
  • ગુ.ર.નં. 11217019200844 – પ્રોહિબિશન એક્ટ
    કાર્યવાહીમાં જોડાયેલા પોલીસ સ્ટાફ :
  1. શ્રી આર.જી. ઉનાગર — પો. ઇન્સપેક્ટર, એલ.સી.બી. પાટણ
  2. શ્રી એચ.ડી. મકવાણા — પો. ઇન્સપેક્ટર
  3. શ્રી એસ.બી. સોલંકી — પો. સબ ઇન્સપેક્ટર
  4. અ. હેડ કોન્સ્ટેબલ મૌલીકકુમાર કિર્તિકુમાર
  5. અ. હેડ કોન્સ્ટેબલ અતુલકુમાર બળદેવભાઈ
  6. આ. પો. કોન્સ્ટેબલ કિરણકુમાર ભલાભાઈ
  7. ડ્રાઈવર પો. કોન્સ્ટેબલ બિપીનકુમાર વેરશીજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here