જન્માષ્ટમી નિમિત્તે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા કાનુડાના વિસર્જનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી..

પાટણ તા. ૫
શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સૌપ્રથમવાર પ્રજાપતિ સમાજના પરિવારો માટે બાધા-માનતા અંતર્ગત માટી માંથી તૈયાર કરવામાં આવેલા કાનુડાના વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં મોટા તપેલામાં પવિત્ર પાણી ભરી રાખવામાં આવ્યું હતું. પ્રજાપતિ સમાજના પરિવારજનોએ શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક પોતાના કાનુડાનું આ પવિત્ર પાણીમાં વિસર્જન કરી ધન્યતા અનુભવી હતી.
કાનુડાના વિસર્જન બાદ બાકી રહેલા શુદ્ધ અને પવિત્ર પાણીને પદ્મનાભ વાડી પરિસરમાં આવેલા પવિત્ર વૃક્ષોને અર્પણ કરી પર્યાવરણની સાથે પવિત્રતાની જાળવણી કરવામાં આવી હતી.
આ અંગે મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામીએ જણાવ્યું હતું કે, ધાર્મિક શ્રદ્ધા સાથે પર્યાવરણની જાળવણી થાય તેવા હેતુથી કાનુડાના વિસર્જન માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
જન્માષ્ટમી પર્વ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમવાર કરવામાં આવેલી આ વ્યવસ્થાને પ્રજાપતિ સમાજના પરિવારજનોએ સરાહનીય અને આવકાર દાયક પહેલ ગણાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here