ભૌતિક સુખ-સંપત્તિની દોડ વચ્ચે માનવીના જીવનમાં સાચું અને શાશ્વત સુખ ક્યાં રહેલું છે તથા તેને પ્રાપ્ત કરવાનો સાચો માર્ગ કયો છે તે અંગે આધ્યાત્મિક માર્ગદર્શન આપવાના હેતુથી થરા ખાતે BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘સાચા સુખનો રાજમાર્ગ’ વિષય પર ત્રણ દિવસીય સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં પૂજ્ય કેશવતીર્થ સ્વામી (સારંગપુર) વક્તા તરીકે ઉપસ્થિત રહી સત્સંગ, આધ્યાત્મિ કતા અને જીવનમૂલ્યોના માધ્યમથી સાચા સુખની સમજ આપી રહયા છે.. આજના સમયમાં ભૌતિક વિકાસ અને સુવિધાઓ વધવા છતાં માનવી આંતરિક શાંતિ અને સંતોષની શોધમાં રહે છે ત્યારે ભગવાન-સંતના આશ્રય, સદ્ગુણો અને આધ્યાત્મિક જીવન દ્વારા સાચું સુખ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહયું છે. BAPSના આધ્યાત્મિક સાહિત્યમાં પણ પરમાત્મા અને સદ્ગુણમય જીવનને સાચા તથા સ્થાયી સુખના માર્ગ તરીકે સમજાવવામાં આવે છે.
કાર્યક્રમ તા. ૨૪,થી ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સોમવાર થી બુધવારે રાત્રે રાખેલ છે.
આ સત્સંગ કાર્યક્રમના નિમંત્રક તરીકે BAPS શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ,થરા વતી સાધુ ઉત્તમપ્રિયદાસ તથા સાધુ નિર્વેશદાસ છે.પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ થરામાં આયોજન ત્રણ દિવસીય કાર્યક્રમનું કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા થરા શહેર તેમજ આસપાસ ના વિસ્તાર ના હરિભક્તો અને ધર્મપ્રેમી નાગરિકોને આ આધ્યાત્મિક સત્સંગનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




