ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર પ્રેરિત ઓગડ પેટા -વિભાગ વહીવટીતંત્ર અને ઓગડ પેટા -વિભાગની શાળાઓ અને કોલેજો દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ “સંસ્કૃત ગૌરવ યાત્રા”કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી સી.એમ. શાહ કન્યા વિદ્યાલય થરા ખાતે “સંસ્કૃત ગૌરવ યાત્રા” ઓગડ તાલુકા મામલતદાર કિરણભાઈ કે. ગૌસ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાઈ. આ પ્રસંગે સંસ્કૃતવિદ બળદેવપ્રસાદ પંડ્યા, કુલદીપભાઈ ઠકકરે સંસ્કૃત પ્રાચીન દેવોની ભાષા સરળ અને સુવિવેકી છે જેનું મહત્વ અને ગૌરવ દરેક ભારતીયને હોવું જોઈએ તૅમણે સંસ્કૃતમાં સરળ રીતે સમજાવ્યું હતું તો ટીપીઓ ગૌરવભાઈ પંચાલે પ્રસંગોપાત વક્તવ્ય આપ્યું હતું.કન્યા વિદ્યાલયની બાળાઓએ સુંદર શૈલીમાં પ્રાર્થના રજુ કરેલ. ત્યારબાદ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ “સંસ્કૃત ગૌરવ યાત્રા” ભારતીય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે આયોજિત કરવામાં આવેલ જે ઓગડ પ્રાર્થના હોલથી નીકળી હતી જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો વિવિધ વેષભૂષામાં જોડાઈ આકર્ષણ જમાવ્યું હતું યાત્રા થરા નગરના જાહેર માર્ગો પર ફરી કન્યાવિદ્યાલય ખાતે પરત આવેલ.સમગ્ર કાર્યક્રમનું આયોજન કન્યા વિદ્યાલયના આચાર્યા ગીરાબેન અખાણીએ બહુ સારી રીતે કર્યું હતું. આ પ્રસંગે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપ તાલુકા મહામંત્રી,પ્રહલાદભાઈ જોષી બીઆરસી ઓગડ,યશપાલસિંહ ટી વાઘેલા,એસવીએસ કન્વીનર હરેશભાઇ પટેલ, દશરથભાઈ એચ. ભાટી રાજપુર,દયારામભાઈ જોષી, થરા પ્રા. શાળા નં -૨ના આચાર્યા બિન્દેશ્વરીદેવી ઝાલા, અંજુબેન ઠક્કર,ભલાભાઈ સહીત સંસ્કૃત શિક્ષક, રસિક ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજ્ય આચાર્ય સંઘના મંત્રી કાંતિભાઈ એમ. રાયગોરે સુચારુ કર્યું હતું.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




