મંદિર ટ્રસ્ટ દ્વારા કથા વક્તા નું સ્વાગત-સન્માન કરી વાડી પરિસરની રચનાથી વાકેફ કર્યા..
પાટણ તા. 9
જાણીતા કથા વકતા પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલે ગુરૂવારે પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવા
નના મંદિર પરિસર ખાતે પધારી ભગવાનની પુજા -અચૅના કરી રૂડા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.
આ પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી અને દશરથભાઈ પ્રજાપતિ એ પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન નું સ્વાગત- સન્માન કરી ભગવાન ની પ્રસાદ સ્વરૂપે રેવડી અર્પણ કરી શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં માટી સ્વરૂપે પુજનીય 33 કોટી દેવતા,88 હજાર ઋષિમુનિઓ અને 56 કોટી યાદવો બિરાજમાન હોવાનું જણાવી વાડી ની રચના,સપ્તરાત્રી રેવડીયા મેળા સહિત શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે ઉજવાતા વિવિધ ઉત્સવો ની જાણકારી પ્રદાન કરી હતી.
કથા વક્તા રશ્મિકાબેન પટેલ પણ વાડી નો ઈતિહાસ જાણી અભિભૂત બન્યાં હતાં.




