જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, ધારપુર, પાટણનું અંગદાન ની ઝૂંબેશમાં પ્રથમ સોપાન…

દાન મળેલ લીવરને અમદાવાદ સ્થિત કિડની ઇન્સટિટ્યૂટ સુધી પહોંચાડવામાં આવ્યું…

છેલ્લા ઘણા સમયથી ગુજરાત માં અંગદાન માટેની ઝૂંબેશ જોર શોરથી ચાલી રહેલ છે. તેમાં આજ તારીખ 6 નવેમ્બર ના રોજ જી. એમ. ઇ. આર. એસ. હોસ્પિટલ , ધારપુર, પાટણ તરફથી સૌ પ્રથમ અંગદાન થતા માનવતાની અને પ્રેરણાની એક નવી લહેર પ્રસરી છે.
દિપકભાઈ ભવાનભાઈ પરમાર (ઉંમર વર્ષ 55) ને તારીખ 6 નવેમ્બર ના રોજ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આવા દુઃખદ સમયમાં પણ તેમના પરિવારજનોએ જરૂરિયાતમંદો ને નવું જીવન મળી શકે એ માટે અંગદાન કરવા માટેનો ઉમદા નિર્ણય લીધો હતો. દિપકભાઈ તરફથી તેમનું લીવર તથા કોર્નિયા નું દાન કરવામાં આવ્યું હતું. તેમના આ પરોપકારી નિર્ણય ના લીધે ત્રણ લોકોને નવજીવન મળશે. હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો અને લીવર ને ધારપુર થી અમદાવાદ સ્થિત કિડની ઇન્સટિટ્યૂટ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. દિપકભાઈ ના પરિવારજનોનો આ પરોપકારી નિર્ણય બીજા ઘણા વ્યક્તિઓ માટે પ્રેરણાદાયી છે અને અંગદાન થી જરૂરિયાતમંદોને નવજીવન મળશે.આ સમગ્ર પ્રક્રિયાને સુચારૂ પરિપૂર્ણ કરવામાં ધારપુર હોસ્પિટલ ના મેડીસીન વિભાગ,એનેસ્થેસીયા વિભાગ,સર્જરી વિભાગ, નર્સિંગ સ્ટાફ, Rmo મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ મેડમ અને ડીન સાહેબના ભગીરથ પ્રયત્નોથી થકી શક્ય બનેલ. IKD કિડની હોસ્પિટલ ની નિષ્ણાત ટીમ દ્વારા આ અંગદાન સફળતાપૂર્વક મેળવી અમદાવાદ ગ્રીન કોરિડોર મારફતે લઈ જવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here