પાટણ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટની ટીમ દ્રારા નાગણીનું કરાયું રેકસ્યુ.
પાટણ જિલ્લા સહિત શહેર અને ગ્રામ વિસ્તારો સહિત સોસાયટીઓ મહોલ્લા પોળોમાં ઘણી વખત ઝેરી સાપ અને નાગણીઓ આવવાના કિસ્સા બનતા હોય છે ત્યારે આવા કિસ્સામાં કેટલાક લોકો ભયના માહોલમાં મુકાઈ જતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો પાટણ શહેરના ક્રિષ્ના રો હાઉસ સોસાયટીમા એક ઘરમાં ચાર ફૂટ લાંબી ઝેરી નાગણી આવવાનો બનવા પામ્યો હતો.
પાટણ શહેરના ક્રિષ્ના રો હાઉસ સોસાયટીમા કાળુભાઈ રાવળના ઘરમાં ચાર ફૂટ લાંબી ઝેરી નાગણી આવતા કાળુભાઇ રાવળ સહિત તેમના પરિવારજનો અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો.
કાળુભાઇ રાવળ દ્રારા પાટણ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ એમ રાવળને આ સંદર્ભે જાણ કરતા રાજુભાઈ રાવળ તેમજ તેમની શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટની ટીમ તાત્કાલિક અશરથી બનાવના સ્થળે પહોંચી કાળુભાઈ રાવળના ઘરમાંથી ચાર ફૂટ લાંબી ઝેરી નાગણીનું રેસ્ક્યુ કરી પાટણ સરસ્વતી નદીના પટ્ટમાં છોડવામાં આવી હતી ત્યારબાદ કાળુભાઈ રાવળના સહિત તેમના પરિવારજનો અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો…..!




