પાલિકાના સ્વછતા શાખાના ચેરમેને બુકડી વિસ્તારમાં ભરાતાં શાકમાર્કેટ ની સરપ્રાઈઝ મુલાકાત લીધી.

શાકભાજી ની લારીઓ વાળાઓને સ્વચ્છતા જાળવવા કડક સુચના અપાઈ..

પાટણ તા. 21
પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની સાથે સાથે લોકો ના આરોગ્યની ચિંતા સેવતા પાટણ નગર પાલિકાના સ્વછતા શાખાના ચેરમેન શ્રીમતી ચેતનાબેન પ્રજાપતિએ મંગળવારે શહેરના બુકડી થી મીરા દરવાજા માગૅ પર વહેલી સવારે વિસ્તારના વોર્ડ ઇન્સ્પેક્ટરને સાથે રાખી આકસ્મિક મુલાકાત લીધી હતી.
સ્વચ્છતા શાખાના ચેરમેને બુકડી વિસ્તાર માં ભરાતા શાકમાર્કેટમાં શાકભાજી ની લારીઓ લઈને ઉભા રહેતાં શાકભાજી વાળાઓને કડક સુચના આપી પોતાની લારી આજુ બાજુ મા સ્વછતા રાખવા અને માગૅ પર ટ્રાફિક ન સજૉય તે રીતે વ્યવસ્થિત ઉભા રહેવાની સાથે ફરજિયાત ડસ્ટબીન તેમજ સફાઈ માટે ઝાડુ અને સુપડી રાખવા સુચિત કર્યા હતા. સાથે સાથે લારીની આજુબાજુ ગંદકી જોવા મળશે તો કાયદેસરની દંડકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક સુચના આપી હતી.
પાટણ નગર પાલિકાના સ્વચ્છતા શાખાના ચેરમેન ચેતનાબેન પ્રજાપતિની સ્વચ્છતા સાથે ની પ્રજાલક્ષી કામગીરી ને સૌએ સરાહનીય લેખાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here