પાટણમાં નંબર પ્લેટ વગર બાઈક લઈને ફરતો ચોર પકડાયો: સીટી ‘એ’ ડિવિઝન પોલીસે રૂ. ૫૦ હજારના મુદ્દામાલ સાથે દબોચ્યો

જૂનાગંજ બજારમાંથી બાઈકની ચોરી કરનાર રોટરીનગરનો સંજય ઠાકોર મુદ્દામાલ સાથે પકડાયો

પાટણ: બનાસકાંઠા રેન્જ આઈજીપી પરીક્ષિતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી દ્વારા જિલ્લામાં મિલકત સબંધી અને ચોરીના બનાવો અટકાવવા તેમજ અગાઉ બનેલા ગુનાઓ ઉકેલવા આપેલી કડક સૂચનાઓના પગલે પાટણ પોલીસને મોટી સફળતા સાંપડી છે. નાયબ પોલીસ અધીક્ષક પરેશ રેણુકા અને સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.જે. ભોયેના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ તપાસમાં હતી.
દરમિયાન પાટણ નવા સર્કિટ હાઉસ પાસે પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ કામગીરી ચાલી રહી હતી. એ સમયે આગળ-પાછળ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ લઈને પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ચાલકને પોલીસે ઘેરાબંધી કરીને અટકાવ્યો હતો. પોલીસે વાહનના કાગળો માગતા તે રજૂ કરી શક્યો નહોતો અને પૂછપરછ દરમિયાન ગોળગોળ જવાબો આપવા લાગ્યો હતો.
પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સંજયજી જક્તાજી ઠાકોર (ઉં.વ. ૨૫, રહે. રોટરીનગર, તા.જિ. પાટણ) હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછમાં તેણે આ બાઈક જૂનાગંજ બજારમાં આવેલી આશિષ પતંગ નામની દુકાન સામેથી ચોર્યું હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે પોકેટકોપ મોબાઈલ એપ્લિકેશનમાં બાઈકના ચેચિસ નંબર (MBLHAW232P5H09698) અને એન્જિન નંબર (HA11E8P5H61760) દ્વારા તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, આ હિરો કંપનીનું કાળા રંગનું સ્પ્લેન્ડર પ્લસ (રજિસ્ટ્રેશન નં. GJ.08.DC.0414) છે. આ બાઈક ગત તા. ૦૮/૦૭/૨૦૨૬ના રોજ ચોરાયું હતું અને તે અંગે પાટણ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ ૩૦૩(૨) મુજબ ગુનો (ગુ.ર.નં. ૧૧૨૧૭૦૨૦૨૬૦૪૭૨/૨૦૨૬) નોંધાયેલો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here