
સંસ્થાના ચેરમેન કે. સી. પટેલ તથા મેનેજિંગ ડિરેક્ટર યતીનભાઈ ગાંધી દ્વારા મહાનુભાવોને શુભેચ્છા પાઠવી

ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશનના ચેરમેન શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા તથા સહકાર ભારતીના ઉપાધ્યક્ષ તેમજ ઉત્તર ગુજરાત અર્બન કોઓપ. બેંક ફેડરેશનના ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલ દ્વારા સિદ્ધરાજ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ખાસ મુલાકાત લેવામાં આવી હતી.

મુલાકાત દરમ્યાન મહાનુભાવોએ સંસ્થાના કાર્યપદ્ધતિ અને સહકારી મૂલ્યો અંગે સંતોષ વ્યક્ત કર્યો અને સંસ્થાને ભવિષ્યમાં વધુ પ્રગતિ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું. સહકાર ક્ષેત્રના વિસ્તરણ અને મજબૂત અમલ માટે અપાયેલા માર્ગદર્શનને સંસ્થાએ સહર્ષ સ્વીકાર્યું હતું.
આ અવસરે સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટીના ચેરમેન કે. સી. પટેલ તથા મેનેજિંગ ડિરેક્ટર યતીનભાઈ ગાંધી દ્વારા મહાનુભાવોને શુભેચ્છા પાઠવી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના અન્ય ડિરેક્ટરગણો એ પણ હાજર રહીને આ કાર્યક્રમને મૂલ્યવાન બનાવ્યો હતો.
સંસ્થાએ આ મુલાકાતને ઐતિહાસિક અને પ્રેરણાત્મક ગણાવી હતી અને ભવિષ્યમાં પણ સહકાર ક્ષેત્રે નવા આયામો સર કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.



