ઓગડ તાલુકાના થરા નગરમાં આવેલ ધી પ્રગતિ કો. ઓ. બેંક લી.થરાનીસ્થાપના ૧૯૭૫માં થયેલ સ્થાપનાને પચાસ વર્ષ પૂર્ણ થતાં ૧૦૦૮ મહંત જાનકીદાસજી બાપુ કમીજલાની પાવન નિશ્રામાં જ્યોતીન્દ્ર મહેતા ચેરમેન ધી ગુજરાત અર્બન બેંક અમદાવાદ ના અઘ્યક્ષ સ્થાને યોજાયો જેનું ઉદઘાટન કાંતિલાલ પટેલ ધી ઉ. ગુ.અર્બન બેંક, મહેસાણાએ કર્યું હતું.આ સમારોહના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા,ચેરમેન રાજ્ય સહકારી સંઘ જી. એચ. અમીન,પૂર્વ.પ્રદેશ ભાજપ
કે.સી.પટેલ, અતિથિ વિશેષ પદે બનાસબેંક ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતર, માર્કેટ યાર્ડ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,પૃથ્વીરાજસિંહ વાઘેલા, અણદાભાઈ પટેલ, શિવરામભાઈ પટેલ,ધીરજ ભાઈ શાહ,સુરેશ ભાઈ ઠકકર રંગોલી, દિયોદર પૂર્વધારાસભ્ય શિવાભાઈ ભુરીયા, ધાનેરા પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ,હરગોવનભાઈ શિરવાડિયા, ગીરીશભાઇ પટેલ રહયા હતા.
કાર્યક્રમને સફળ બનાવવામાં ધી પ્રગતિ બેંકના પૂર્વ.ચેરમેન ચીનુભાઈ શાહ, ચેરમેન નૈશદ ભાઈ શાહ, પ્રવિણભાઈ શાહ, વિપુલભાઈ ઠક્કર,મેનેજર હરિઓમભાઈ સોની, સીઈઓ જી.એસ. મેવાડા તથા સ્ટાફે ભારે જહેમત ઊઠાવી હતી.
યશપાલસિંહ ટી વાઘેલા થરા



