હુડકો ના સ્વતંત્ર ડીરેકટર સહિત પાલીકા પ્રમુખ અને આગેવાનો એ રોડનું ખાતમુહુર્ત કયુઁ…
પાટણ તા. ૧૨
પાટણ નગરપાલિકા બાંધકામ શાખા દ્વારા પાટણ શહેરના વોર્ડ નં.6 મા આવેલા પટેલનગર તેમજ દત્તાત્રય સોસાયટી વિસ્તારમાં જન ભાગીદારી હેઠળ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
આ નવીન બનનાર રોડ નું ખાતમુહૂર્ત ગુજરાત પ્રદેશ ભાજપ ના પૂર્વ મહામંત્રી અને હુડકો ના સ્વતંત્ર ડીરેકટર કે.સી.પટેલ, પાલીકા પ્રમુખ હિરલબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ,કારોબારી ચેરમેન મુકેશ પટેલ સહિતના આગેવાનો ની ઉપસ્થિત વચ્ચે કરવામાં આવ્યું હતું.
લોકભાગીદારી થી નિમૉણ પામનાર આ નવીન રોડ ગુણવંતા યુકત અને મજબૂતી સાથે લેવલ સાથે બને તેમાટે ઉપસ્થિત આગેવાનો એ રોડ કોન્ટ્રાક્ટર ને જરૂરી સુચનાઓ આપી હતી.
વિસ્તારમાં લોકભાગીદારી થી પાલીકા ની બાધકામ શાખા દ્વારા શરૂ કરાયેલ નવીન રોડની કામગીરી ને લઇ વિસ્તારના લોકો એ ખુશી વ્યક્ત કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



