થરા પોલીસે સાયબર ફ્રોડના બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા

બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા પોલીસે સાયબર ફ્રોડના બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ સામે થરા પોલીસ સ્ટેશનમાં રૂ. ૧.૩૫ લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.
રાજપુર ગામના મહેશપુરી પ્રહલાદપુરી ગૌસ્વામીએ થરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની સાથે પહેલી જૂન,૨૦૨૬થી ચોથી જૂન,૨૦૨૬ દરમિયાન ₹૧૩૫૦૦૦નું સાયબર ફ્રોડ થયું હતું.
આ ફરિયાદના આધારે થરા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ૩૧૮(૨), ૫૪,૩૫૧(૩) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ-૨૦૦૦ની કલમ ૬૬(સી) અને ૬૬(ડી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસે એનસીસીઆરપી પોર્ટલ, આઈસીજેએસ પોર્ટલ,સીડી આર અને ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સ નો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન,પોલીસે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના શ્રીમાળી વાડો, લક્ષ્મીપુરા વાસના રહેવાસી ચેતનાબેન વિનોદરાય શનાલાલ ત્રિવેદી અને ઉમંગકુમાર ગૌરાંગભાઈ ત્રિવેદીને ઝડપી પાડ્યા હતા.આ આરોપીઓ કુલ ₹૧,૦૭,૦૧,૭૯૩/-ના સાયબર ફ્રોડમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
આ કામગીરી થરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. વિંઝુડાના માર્ગદર્શન હેઠળ અ.હેડ.કોન્સ. અલ્પેશ કુમાર મોતીભાઈ, અ.હેડ.કોન્સ. સંજયકુમાર બાબુલાલ,અ.પો. કોન્સ. કરણજી તરસંગજી, અ.પો.કોન્સ.હરેશકુમાર સેંધાભાઈ અને આ.પો.કોન્સ. વિક્રમસિંહ દાદુભા દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here