ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાં આવેલ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા,શ્રીમતી કે કે શાહ આર્ટસ એન્ડ શ્રીમતી એલ બી ગુંજારીયા કોમર્સ કોલેજ, પ્રગતિ પ્રાથમિક શાળા, મધુશિવ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે વાર્ષિકોત્સવ-૨૦૨૬ મંડળના પ્રમુખ ધીરજભાઈ શાહના અઘ્યક્ષ સ્થાને તથા પ્રગતિ બેંકના પૂર્વ ચેરમેન ચીનુલાલ શિવલાલ પાંચાણીના મુખ્ય મહેમાન પદે યોજાઈ ગયો.
વાર્ષિકોત્સવ-૨૦૨૬ ધોરણ.૨ થી બાર અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ પોતાની અનોખી કલાના કામણ પાથર્યા હતા.આ પ્રસંગે શ્રી દશા શ્રીમાળી બેતાલીસી જૈન પ્રગતિ મંડળના પ્રમુખ શૈલેષભાઈ આર. શાહ જીતુભાઈ સી.શાહ,હસમુખભાઈ ઝવેરી,અશ્વિનભાઈ ગાંધી, યશપાલસિંહ ટી વાઘેલા, પ્રો.ડૉ. ડી.ડી.ઝાલા દિનેશભાઇ શાહ, બી ડી પટેલ,ભેમજીભાઇ, મલાભાઈ દેસાઇ, રાયમલભાઈ પટેલ, ડૉ.ડી.એસ. ચારણ, એ.એસ.વાલાણી,ગીરાબેન અખાણી અંજુબેનઠક્કર ભલાભાઈ નાડોદા હાજર રહી વિધાર્થી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમનું સંચાલન જે.ટી.જોષી, વી. કે.ચૌધરી,સુહાગ બારોટ તથા સ્ટાફે સુન્દર રીતે કર્યું હતું.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




