૧૦૦ જેટલા બાળકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી સમર કેમ્પમાં ભાગ લીધો…

પાટણ તા.૨૨
પાટણ શહેરના ભૈરવ મંદિર હોલ ખાતે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્રારા ૭ થી ૧૫ વર્ષ ના બાળકો માટે સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમર કેમ્પમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવેલ જેમાં ૧૦૦ ઉપર બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ કેમ્પમાં દરેક બાળકોની આંતરિક શકતીનો વિકાસ થાય અને તેમનામાં અવનવી કુશળતા વિકસે તથા બાળકો યોગ કરવા તરફ પ્રેરાય તેમજ તંદુરસ્તી સારી રહે વગેરે ઉદશ્યથી આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો એ જણાવ્યું હતું.
આ સમર કેમ્પ નાં પ્રારંભ પ્રસંગે ભૈરવ મંદિરના કનુ
ભાઈ પટેલ તથા ડીસ્ટ્રીક્ટ કોઓર્ડીનેટર અંકિતાબેન પટેલ, કોચ જયોતિબેન પટેલ,યોગ ટ્રેનર યામિનીબેન,પિયુષભાઈ દવે અને નયનાબેન ઉપસ્થિત રહ્યા હતા.
સમર કેમ્પમાં યોગ ટ્રેનરપિયુષભાઈ દવે દ્રારા બાળકોને વિવિધ પ્રકારના યોગો,બાળકોની માનસિક અને શારિરીક ક્ષમતાનો વિકાસ થાય તેવી રમતો તેમજ જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ, ૨૦૧૨ અંતર્ગત બાળકોને જાતિય સતામણી કોને કહેવાય, તેની સામે કેવી રીતે રક્ષણ મેળવવુ, સારો સ્પર્શ-ખરાબ સ્પર્શ વગેરે વિષયો ઉપર જાણકારી આપી બાળકોને ગંભીરતા
પૂર્વક સમજાવ્યા હતા. તેમજ યોગ કોઓર્ડીનેટર અંકિતાબેન પટેલ દ્રારા દરેક બાળકોને પૌષ્ટિક અલ્પાહાર વિશે જાણકારી આપી પોષ્ટીક આહાર પિરસવામાં આવ્યો હતો.




