મારૂતિ હવન-યજ્ઞ સહિત મહાઆરતી સાથે મહાપ્રસાદ નો લાભ લઇ હનુમાન ભક્તોએ ધન્યતા અનુભવી…

પાટણ તા.૨૨
પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ મીનળપાકૅ સોસાયટી સામેના શ્રી વડેશ્વર હનુમાનજી મહારાજના મંદિર પરિસરના પાટોત્સવ પ્રસંગે મારૂતિ હવન-યજ્ઞ સહિત મહાઆરતી-પ્રસાદ નું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી વડેશ્વર હનુમાનજી મહારાજના મંદિર પરિસર ખાતે પાટોત્સવ નિમિત્તે આયોજિત મારૂતિ હવન યજ્ઞ ના યજમાન પદે જાગૃતિબેન અમિતભાઈ ઠક્કર પરિવારે લ્હાવો લીધો હતો જ્યારે હવન યજ્ઞ ની શાસ્ત્રોક્ત વિધિ પાટણના જાણીતા ભૂદેવ શાસ્ત્રી હરેશભાઈ પંડ્યા દ્રારા કરવામાં આવી હતી.
શ્રી વડેશ્વર હનુમાનજી મહારાજના મંદિર પરિસર ખાતે આયોજિત આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં હનુમાન ભક્તો સહિત પાટણ શહેર ની ધમૅપ્રેમી જનતા સાથે આજુબાજુ ની સોસયટીઓના રહીશોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન – પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.મંદિરના પુજારી સહિત મંદિર ના સેવકો દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવ ના ઉત્સવ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.




