પાટણ તા. ૭
અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાપ્રિન્સીપાલ તથા પાટણના વતની ડો.સંજયકુમાર મુકુન્દભાઈ વકીલ ગુજરાત યુનિવર્સિટી આચાર્ય મહામંડળના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. ડો.વકીલને અમદાવાદના શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો એવોર્ડ મળેલો છે.
અમદાવાદના રોટરી ક્લબ, પ્રહલાદનગરના પ્રમુખ તરીકે સેવાઓ આપી છે.અમદાવાદની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ પ્રિ.વકીલ સામાજીક સેવાઓ પણ કરે છે.યુવાનોમાં જાગૃતિ ઉભી કરવાના જાહેર કાર્યક્રમોમાં વ્યાખ્યાનો આપે છે.તાજેતરમાં “શહીદ વીર વિનોદ કિનારીવાલા” પુસ્તકનું સંપાદન સફળતા પૂર્વક પૂરૂ કરી પ્રસિધ્ધ કર્યું છે.
પ્રિ.ડો સંજય વકીલની ગુજરાત યુનિવર્સિટી આચાર્ય મહામંડળના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતા તેઓએ પરિવાર અને પાટણનું ગૌરવ વધાર્યુ છે.
અહેવાલ:- યશપાલ સ્વામી પાટણ.



