ધાર્મિક પ્રસંગની શુભ શરૂઆત શ્રી પદ્મનાભ ધામમાં હોડિગ્સના અનાવરણ સાથે કરાઈ..
પાટણ તા.૧૭
પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ અને અખિલ બ્રહ્માંડ ના નાથ શ્રી હરિ નિરંજન નિરાકાર ભગવાન શ્રી પદમનાભજી ના સાનિધ્યમાં શ્રી ચામુંડા સેવક મંડળ દ્વારા આગામી દિવસોમાં આયોજિત શ્રી મહા વિષ્ણુ યાગ સાથે સહ લક્ષ સંખ્યા શ્રી નારાયણ દશા અવતાર ૧૦૮ કુંડાત્મક ત્રિદિવસીય મહાયજ્ઞ ભવ્યાતિ ભવ્ય રીતે કરવામાં આવનાર છે. ત્યારે આ પાવન પ્રસંગની શુભ શરૂઆત શુક્રવાર ની ઢળતી સંધ્યાએ શ્રી પદ્મ
નાભ ભગવાનની વાડી સંકુલના હારિયા મા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આ ધાર્મિક કાર્યક્રમ ના હોડિગ્સ ના અનાવરણ સાથે કરવામાં આવ્યો હતો.
આ હોડિગ્સ અનાવરણ ના પાવન પ્રસંગે શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી,દશરથભાઈ પ્રજા
પતિ,પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ઉપપ્રમુખ ચિંતનભાઈ પ્રજાપતિ,શ્રી ચામુંડા સેવક મંડળના ધવલભાઈ ઓતિયા,વિષ્ણુ
ભાઈ પ્રજાપતિ, અરવિંદભાઈ ટુરવાળા સહિત મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ ઉપસ્થિત રહ્યા હતા.
સૌના સહિયારા પ્રયાસ થકી શ્રી ચામુંડા સેવક મંડળ દ્વારા આયોજિત આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવાની ભાવના સાથે ઉપસ્થિત સૌ મહાનુભાવો એ શ્રી પદ્મનાભ ભગવાન અને શ્રી ચામુંડા માતાજીની સમૂહ આરતી સાથે માતાજી ના મંદિર પરિસર
ને દિવાઓ ની રોશની થી ઝળહળતું બનાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




