મંદિરના મહંતો સહિત મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને પ્રજાપતિ સમાજના ભક્તો રવાડીમા જોડાયા.

પાટણ તા. ૨
સંવત ૨૦૮૧ ભાદરવા સુદ દસમ ને મંગળવારના રોજ સવારે આઠ કલાકે પાટણ પ્રજાપતિ સમાજ
ના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતે થી જયોત સ્વરૂપે નિકળતી રવાડી પરંપરાગત રીતે નિકળી હતી.
શ્રી પદ્મનાભ ભગવાન સન્મુખ મહંતો સહિત ના ભકતોએ જયોત ની પુજા અચૅના સાથે વાણી કિતૅન ગાઈ રવાડી ને પ્રસ્થાન કરાવી હતી.
શ્રી પદ્મનાભ મંદિર ખાતેથી પરંપરાગત નિકળેલી જયોત સ્વરૂપે ની આ રવાડી શ્રી પદ્મનાભ મંદિર થી નિકળી કુબેર ભંડારી, પાંચ પાંડવ, રાધાકૃષ્ણ મંદિર થઈ ને વાડી પરિસરમાં બિરાજમાન શ્રી ગણેશજી ના ક્યારે ભકિતભાવ સાથે સંપન્ન બની હતી.
આ રવાડી ની પરિક્રમામાં શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ના મહંતો સાથે શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી સહિત પ્રજાપતિ સમાજના પરિવારજનોએ જોડાઈ રવાડીના દશૅન- પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




