પાટણ તા. ૨
ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા સિંધવાઈ માતાના મંદિર વડુ ખાતે પરિવાર ગોષ્ઠી અને સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ નો મુખ્ય ઉદેશ શાખા પરિવારના સભ્યો પરસ્પર સંપર્કમાં આવે એક બીજાથી પરિચીત થાય સાથે રહી સેવાના તેમજ સંસ્કારલક્ષી કાર્યક્રમમાં જોડાય તે રહ્યો હતો.
આ કાર્યક્રમમાં પરિવારના ૨૦૦ જેટલા સભ્યોએ હાજર રહી જુદી જુદી રમતો રમી ગીત- સંગીતના સથવારે મોજ મસ્તી કરી કાર્યક્રમ ને યાદગાર બનાવ્યો હતો. તો વિવિધ રમતોમાં ભાગ લઈ વિજેતા જાહેર થયેલ સૌ સ્પૅધકોને સ્વ.લતાબેન નટવરભાઈ દરજી પરિવાર સહિત જતીનભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષદભાઈ બાબુલાલ પ્રજાપતિ દ્વારા ઈનામો આપી સન્માનીત કરાયા હતા.
સંસ્કારલક્ષી આ કાર્યક્રમ માં હુડકોના ડિરેક્ટર કે.સી.પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કિશોરભાઈ મહેશ્વરી તેમજ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા.
કાર્યક્રમ સંયોજક જીગર ખમાર,હર્ષિદા સોની અને મહિલા ટીમ સહિત કારોબારી સભ્યો એ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
શાખાના પ્રમુખ દિનેશભાઈ પ્રજાપતિ સહિત નાઓએ સૌને આવકારી સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે સૌને માહિતગાર કર્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




