પાટણ તા. ૨
ગુજરાત સરકારના કેસીજી પ્રકલ્પ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ લઈ રહેલ વિદ્યાર્થીઓમાં વિવિધ સ્કીલ જેવી કે સોફટ સ્કિલ, ડોમિન ટ્રેનીંગ, કરિયર કાઉન્સિલિંગ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ગુજરાત સરકારના વિવિધ રોજગાર પોર્ટલ પર વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન, ઉચ્ચ શિક્ષણ અંગેનું માર્ગદર્શન,વિવિધસરકારી પરીક્ષાઓ અંગેનું માળખું તેમજ તૈયારી દ્વારા વિદ્યાર્થીઓનો રોજગાર લક્ષી વિકાસ થાય, કેમ્પસ પ્લેસમેન્ટ જેવી પ્રવૃત્તિઓ દ્વારા રોજગારીની તકો માટે સક્ષમ બનાવી રોજગારીની તકો પૂરી પાડવા માટે ઉદીશા કલબ ( પ્લેસમેન્ટ સેલ) અંતર્ગત તાજેતરમાં કારકિર્દી માર્ગદર્શન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં વિવિધ તજજ્ઞ વ્યાખ્યાનો નો આયોજન ઉદીશા કલબ ના કન્વીનર ડો. પદ્માક્ષી વ્યાસ દ્વારા કરવામાં આવ્યું. જેના ઉપક્રમે ડો.યોગેશ પરમાર નું જીપીએસસી, બેન્કિંગ, રેલવે,ગેટ જેવી પરીક્ષા
ઓના અભ્યાસક્રમ, માળખું,ઉપયોગી પુસ્તકો, સરકારી યોજનાઓ, સરકારી ફ્રી વેબસાઈટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જેવા વિષયોને ધ્યાનમાં રાખીને વક્તવ્ય યોજાયું.
ભરતસિંહ રાઠોડનુ “હાઉ ટુ ફીટ ઇન ધીસ કોમ્પિટીટીવ વર્લ્ડ”તેમજ “માસ્ટરીંગ ગ્રુપ ડિસ્કશન અને ડિબેટ્સ” વગેરે જેવા વિષયો પર તજજ્ઞ વ્યાખ્યાનો યોજાયા. સરકારી રોજગાર કચેરી પાટણ તેમજ કોલેજના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ પોર્ટલ તેમજ કારકિર્દી માર્ગદર્શન અંગે સેમિનાર નું આયોજન થયું જેમાં રોજગાર અધિકારી અભિબેન પટેલે વિવિધ સરકારી યોજનાઓ તેમજ કારકિર્દી માર્ગદર્શન અંગે વિસ્તૃત માહિતી આપી.
કોલેજના આશરે 300 જેટલા વિદ્યાર્થીઓએ અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું. સપ્તાહના અંતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું જેમાં આશરે 120 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સમગ્ર સાપ્તાહિક કાર્યક્રમમાં કોલેજના આશરે 800થી વધુ જેટલા વિદ્યાર્થીઓ લાભાનવીત થયા. ડો. લિપિ આચાર્ય, ડો. દિનેશ વસાવા, ડો. અલ્પેશ પટેલ કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી થયા. પ્રિ. ડો.કે.ડી.વૈષ્ણવે પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. એનજીઇએસ કેમ્પસના સી.ડી.ઓ. પ્રા. જયભાઈ ધ્રુવે સમગ્ર કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




