પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત..
પાટણ તા. ૧૪
પાટણ જિલ્લામાં વયવંદના અને વૃદ્ધ નિરાધાર સહાય યોજનાના લાભાર્થીઓને છેલ્લા બે મહિનાથી સહાયની રકમ મળી નથી, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ યોજનાઓ હેઠળ નિરાધાર વૃદ્ધ લાભાર્થીઓ તેમજ BPL યાદીમાં ૦ થી ૨૦ સુધીના ક્રમાંક ધરાવતા ૬૦ વર્ષથી વધુ વયના લોકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ સહાય તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સહાયની ગ્રાન્ટના અભાવે યોજનાઓ પ્રભાવિતથતા પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે મુખ્યમંત્રી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે લાભાર્થીઓને દિવાળી પહેલા સહાય ચૂકવવાની માંગ કરી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



