Patan : પાટણ ના ગોળ શેરી માં આવેલ સધી માતા સ્થાનક સાથે ખુબજ મોટા પ્રમાણમાં ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે અહીંના સ્થાનિક લોકોના મતે અહીં સધી માતાજી હાજરા હજુર બિરાજે છે અને તેઓ માતાજી માં અતૂટ શ્રદ્ધા ધરાવે છે.
વર્ષોથી અહીં હોળી નિમિત્તે માતાજીની પૂજા તેમજ ચંડીપાઠ નુ આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ગોળશેરીમા માતાજીની ચંડીપાઠ તેમજ પૂજા વિધિ ખુબજ ભક્તિ ભર્યા વાતાવરણ વચ્ચે સંપન થઈ હતી ચાલુ વર્ષે પણ માતાજીની પૂજા વિધિ બાદ શ્રી નૂતન સ્કૂલમાં ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ ચાલુ સાલે પૂજા વિધિમાં યજમાન પદે પ્રમોદભાઈ લીમ્બાચીયા તેમજ પટેલ સ્વીટ માર્ટ વાળા જગાભાઈ પટેલે લાભ લીધો હતો સમગ્ર આયોજન ને સફળ બનાવવા રમેશભાઈ લીમ્બાચીયા, પ્રમોદભાઈ, પરેશભાઈ, દિનેશભાઈ તેમજ સતિષભાઈએ સારી જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમ ભક્તિ પૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.



