Patan : પાટણ શહેરના વિવિધ મહોલ્લા અને સોસાયટીમાં હર્ષોલ્લાસભેર ધૂળેટી પર્વ ઉજવાયો

પાટણમાં શહેરના વિવિધ મહોલ્લા અને સોસાયટીઅોમાં યુવાનો, યુવતીઓ, મહીલાઓ અને વડીલોએ એકબીજાને રંગીને ધૂળેટી પર્વ ઉજવ્યો હતો.પાટણ ભાજપ દ્વારા પાટણ શહેરનાં બગવાડા દરવાજા ખાતે ધુળેટી ઉજવણી કરવામાં આવી હતી જ્યારે કૃષ્ણપાર્ક, શ્રીકુંજ અને અવધૂતપાર્કના પરીવાર દ્વારા બાળકો અને સીનીયર સીટીઝન સહિત એકબીજાને રંગીને ધૂળેટી પર્વ ઉજવ્યો હતો. પાટણ શહેર Aડિવિઝન પોલીસ સ્ટેશન પરીવારના સદસ્યોએ પણ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી.

પાટણની સુષ્ટિ વીલા સોસાયટી ના રહીશો અબીલગુલાલથી હોળી રમ્યા હતા દેવ કુટીર સોસાયટીમાં અબીલ ગુલાલ અને ગુલાબ ની પત્તિ થી ધુળેટી રમ્યા હતા. ટીબી ત્રણ રસ્તા નજીક આવેલ શ્લોક પરિસર માં પણ ડીજેના તાલે હોળી ધુળેટી રંગે ચંગે ઉજવવામાં આવી હતી પ્રાર્થનાવિહાર, કિષ્ણા ટેનામેન્ટ સહિત સોસાયટીઓ તેમજ ભારત વિકાસ પરીષદ, ગુર્જરવાડા, ઝીણીપોળ યુથ કલબ સહિત સંસ્થાના સદસ્યો અબીલ ગુલાલથી ધૂળેટી રમ્યા હતા. કેટલાય યુવક – યુવતીઓ અબીલ ગુલાલ અને દેશી રંગોથી રંગાઈ ને યાદગીરી માટે સેલ્ફી લીધી હતી અને ધુળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી….!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here