પાટણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કેરોસીન વિતરણની જાહેરાત: ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ

પાટણ:
કેન્દ્ર સરકારની સૂચના મુજબ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રાંધણ ગેસ (LPG) ઉપરાંત કેરોસીન વિતરણની વધારાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે કેરોસીન ડીલર એસોસીએશન અને ઓઇલ માર્કેટીંગ કંપનીઓ સાથે સંકલન સાધવામાં આવ્યું છે.

વિતરણ અને ફાળવણીની વિગતો

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યને કુલ 1452 KL કેરોસીન ફાળવવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં 36 KL કેરોસીન ફાળવવામાં આવ્યું છે. પાટણ જિલ્લામાં આ વિતરણ માટેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:

  • કોને મળશે?: આ કેરોસીન માત્ર ગ્રામીણ વિસ્તારો માટે જ છે.
  • જથ્થો: પરિવાર દીઠ 5 લીટર અને સંસ્થાઓ દીઠ 25 લીટર કેરોસીન આપવામાં આવશે.
  • પ્રાથમિકતા: મોટા પરિવારો અને મોટી સંસ્થાઓને વિતરણમાં પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
  • ઉપયોગ: આ કેરોસીનનો ઉપયોગ માત્ર રાંધવા અને પ્રકાશ (લાઇટ) માટે જ કરી શકાશે.
  • કિંમત: ટ્રાન્સપોર્ટ અને અન્ય ખર્ચને ધ્યાને રાખી જિલ્લામાં પ્રતિ લીટર ભાવ ₹61.97 થી ₹62.16 વચ્ચે નક્કી કરવામાં આવ્યો છે.

ઓનલાઇન અરજી અને વિતરણ વ્યવસ્થા

કેરોસીન મેળવવા માટે NIC દ્વારા ખાસ ઓનલાઇન પ્લેટફોર્મ (URL: https://ipds.gujarat.gov.in/) તૈયાર કરવામાં આવ્યું છે, જે ગત સોમવારથી કાર્યરત છે. જિલ્લા સ્તરે ઓછામાં ઓછી 12,000 લીટર (એક ટેન્કર લોડ) ની ઓનલાઇન માંગણી નોંધાશે ત્યારે તાત્કાલિક વિતરણ શરૂ કરવામાં આવશે.

તાલુકાવાર વિતરણ કેન્દ્રો અને સંપર્ક

જિલ્લાના દરેક તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે એક પેટ્રોલ પંપ પર વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે:

તાલુકોવિતરણ કેન્દ્ર (પેટ્રોલ પંપ)સંપર્ક વ્યક્તિ
પાટણજય નર્મદા પેટ્રોલીયમ, હાંસાપુરભરતભાઇ પરમાર (9824056403)
ચાણસ્મામાં પેટ્રોલીયમ, ચાણસ્મારાકેશભાઇ સોલંકી (9722253922)
હારીજમધુરમ્ પેટ્રોલીયમ, હારીજકલ્પેશભાઇ (9879860341)
સમીવઢીયાર પેટ્રોલીયમ, સમીઆશીષ દવે (9825191763)
શંખેશ્વરઓમ પેટ્રોલીયમ, શંખેશ્વરભરતભાઇ આર્ય (9979874937)
રાધનપુરપ્રીન્સ પેટ્રોલીયમઆહીર રાણા (9909469397)
સાંતલપુરચામુંડા પેટ્રોલીયમ, સાંતલપુરવીરમ આહીર (9580336349)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here