વિદેશી દારૂની બોટલ-ટીન નંગ ૬૪૮૦ કિ.રૂ.૪૭.૮૪ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો…
પાટણ તા.૧૩
પાટણ જિલ્લામાં સ્ક્રેપની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પાટણ એલસીબી પોલીસે પદૉફાશ કરી વિદેશી દારૂની બોટલ-ટીન નંગ ૬૪૮૦ કિ.રૂ.૪૭.૮૪ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક, ચિરાગ કોરડીયા,સરહદી રેન્જ, , ભુજ તથા પાટણ જિલ્લા I/C પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી નાઓએ પાટણ જિલ્લા માંથી પ્રોહીબીશનની ગે.કા.પ્રવૃત્તિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઇ આર.જી.ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો સિધ્ધપુર પો.
સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, રાજસ્થાન રાજ્ય માંથી ટાટા કંપનીની ટ્રક નંબર-RJ.19.GC.1465 માં સ્ક્રેપની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારુ ભરી ટ્રક સિધ્ધપુર ખાતેથી પસાર થનાર છે જે હકીકત આધારે ટીમે સિધ્ધપુર બિંદુ સરોવર પીક અપ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હકીકત વાળી ટ્રક આવતાં જેને અટકાવી તપાસ કરતાં આરોપી પારસરામ હિરારામ સુંડારામ બિશ્નોઇ (જાણી) ઉવ.આ.૪૪ રહે. જાણીઓની ઢાણી,વિષ્ણુનગર તા.પીપરસીંટી જી.જોધપુર વાળાને પંજાબ રાજયમાં ઉત્પાદિત અને વેચાણ માટે બનેલ વિદેશી દારૂનો મુદ્દામાલ ગુજરાત રાજયમાં પોતાના આર્થિક ફાયદા સારૂ વેચાણ અર્થે હેરાફેરી કરતા ટાટા કંપનીની ટ્રેકમાં પ્લાયવુડથી બનાવેલ ખાનામાં વિદેશી દારૂની બોટલ નંગ-૬,૪૮૦ કિ.રૂ.૪૭,૮૪,૮૮૦/- તથા ટ્રકનં-RJ.19.GC.1465 કિ.રૂ.૧૧,૦૦,૦૦૦ તથા સ્ક્રેપ કિ.રૂ.૨૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.
૫,૦૦૦તથા જી.પી.એસ. નંગ-૧ મળી કુલકિ.રૂ.૫૯,૧૦,૩૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આ ગુનામાં સંડોવાયેલા પપ્પુરામ બિશ્નોઇ (જાણી) રહે.ચેઇનપુરા તા.ગુડામલાણી જી.
બાડમેર (રાજસ્થાન) અને મુદામાલ મંગાવનાર ભાવનગરના એક ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી સારૂ સિધ્ધપુર પો.સ્ટે સપ્રત કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ:- યશપાલ સ્વામી પાટણ.



