પાટણ જિલ્લામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ હેઠળ કાર્યરત ધનવંતરી આરોગ્ય રથ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરવામાં આવ્યું

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ મહિલાઓને જરૂરી માહિતી તેમજ હેલ્થ ચેકઅપ કરી જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી…

ભારત સરકાર દ્વારા દેશ સહિત ગુજરાતમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પાટણ જિલ્લા અને શહેર સહિત તાલુકા મથકો ઉપર સ્વસ્થ નારી સશક્ત અભિયાન અંતર્ગત EMRI ગ્રીન હેલ્થ સર્વિસ હેઠળ ધનવંતરી આરોગ્ય રથના ડોક્ટર અને ધનવંતરી રથ ટીમ દ્વારા કડિયાનાકા અને બાંધકામ સાઈડો ઉપર જઈને શ્રમિક મહિલાઓનું હેલ્થ ચેકઅપ જરૂરી દવાઓ આપીને શ્રમિકોને શ્રમિક કાર્ડ બનાવી આપીને માહિતી પૂરી પાડવામાં આવે છે.

 પાટણ જિલ્લામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ હેઠળ કાર્યરત ધનવંતરી આરોગ્ય રથ દ્વારા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે જ્યારે આગામી તારીખ 2 /10/ 2025 સુધી સમગ્ર ભારત ભરમાં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આજરોજ પાટણમાં ધનવંતરી આરોગ્ય રથમાં ડોક્ટર અને ધનવંતરી રથ ટીમ દ્વારા કડિયાનાકા, અને પાટણમાં ચાલતા નવીન બાંધકામ સાઈડો ઉપર જઈને શ્રમિક મહિલાઓનું સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ મહિલાઓને જરૂરી માહિતી પૂરી પાડીને તેમનું હેલ્થ ચેકઅપ કરીને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી…….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here