પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચામાં મંત્રી તરીકે ભરતભાઈ ચાવડાની વરણી કરાઈ..

પાટણ તા. 19
પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચામાં મંત્રી તરીકે ભરતભાઈ ચાવડાની વરણી કરવામાં આવતાં પાટણ જિલ્લા ભાજપ કિશાન મોરચાના આગેવાનો અને કાર્યકરોએ તેઓની વરણી ને વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ભરતભાઈ ચાવડાની આ નિમણૂક અંગેનો સત્તાવાર નિમણૂક પત્ર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. નિમણૂક પત્રમાં જણાવાયું છે કે સંગઠન દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીઓને નિષ્ઠા અને સમર્પણથી નિભાવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
ભાજપના કાર્યકરો અને કિસાન મોરચાના આગેવા
નો દ્વારા ભરતભાઈ ચાવડાને નવી જવાબદારી બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તેમની નિમણૂકથી જિલ્લા કિસાન મોરચાના સંગઠનને વધુ ગતિ અને મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચામાં મંત્રી તરીકે કરાયેલ વરણી બદલ ભરતભાઈ ચાવડાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here