પાટણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કલાકૅ તરીકે ફરજ બજાવી વય નિવૃત થતાં સવિતાબેન પટેલ નોસન્માન કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 30
જીલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાટણ ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સવિતાબેન અમૃતલાલ પટેલ નો ગતરોજ વય નિવૃત વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉત્તર ગુજરાત ઝોન દ્વારા વય નિવૃત્ત સવિતાબેન પટેલનું શાલ ઓઢાડી, શ્રીફળ તથા સાકર આપીને બહુમાન કરી નિવૃત જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે ઉત્તર ગુજરાત ઝોનના ઉપપ્રમુખ રમણભાઇ પટણી તથા શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનર મંડળના સભ્યો શંકરભાઈ નાયી,વી.પી.રાવલ(જીલ્લા કન્વીનર) તથા વાય.પી.દવે અને જીલ્લા શિક્ષણ અધિકારી,પાટણ કચેરી અધીક્ષક અર્પિતભાઇ આચાર્ય,વિનોદભાઈ સોલંકી, નયનાબેન આહિર સહિતનાઓએ સવિતાબેન પટેલ ને વયનિવૃત્તિ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here