પાટણ જિલ્લા સ્પોર્ટ સંકુલ જીમખાના ગ્રાઉન્ડ ખેલાડીઓની પ્રેકટીસ માટે આશીર્વાદ રૂપ બન્યું.

અંદાજીત ૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ઈન્ટરનેશનલ કક્ષાના ટ્રેક સહિત ની સુવિધાઓ ઉપલબ્ધ..

પાટણ તા. ૨૯
પાટણ જિલ્લા સ્પોર્ટ સંકુલ જીમખાના ગ્રાઉન્ડ ખેલાડીઓની પ્રેકટીસ માટે આશીર્વાદ રૂપ બન્યું છે જયાં ખેલાડીઓ ઇન્ટરનેશનલ કક્ષાના આયોજિત સ્પોર્ટ માટે ની તૈયારીઓ પણ કરતાં હોય છે.
આ સંકુલમાં દોડવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ટ્રેક છે આ ટ્રેક ખૂબ જ આધુનિક ટેકનીક થી બનાવેલ છે. રબર પ્લાસ્ટિક અને અલગ થીમ ઉપર બનાવેલ આ સ્પોર્ટ્સ સંકુલ પાછળ આશરે ૧૦ કરોડ નો સરકાર દ્વારા ખર્ચ થયેલ છે.
આ ટ્રેક પર ચાલવાથી અથવા દોડવાથી પગને અથવા ઘુટણને સેજ પણ અસર થતી નથી અને ખેલાડી ઓને ખુબ સરસ ફીલીંગ આવે એવું આ સરસ મજાનું સંકુલ બનાવવા બદલ ખેલાડીઓ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રમત ગમત મંત્રી નો મનોમન આભાર અને અભિનંદન વ્યકત કરતાં જોવા મળી રહ્યા છે.આ ટ્રેક ઉપર નિત્ય ૧૨ થી ૧૫ રાઉન્ડ વોકિંગ સાથે દોડતાં પાટણ નાગરિક બેકના પૂવૅ ચેરમેન સુરેશભાઈ પટેલ અને તેમના સાથી મિત્રો રાકેશભાઈ ઠક્કર, વિક્રમભાઈ ભાવસાર, હરેશભાઈ માસ્તર થોરીયાજી, આદિત્ય ભાઈ રજવાડી એ પણ ટ્રેક બનાવવાની આધૂનિક તકનીક ના ભરપૂર વખાણ કરી રહ્યા છે.તો ખેલાડીઓ માટે આ ગ્રાઉન્ડમાં બાસ્કેટબોલ, વોલીબોલ,ભાલા ફેક સાથે અન્ય ઇન્ટરનેશનલ રમતો પણ રમી શકાય અને તેની પ્રેક્ટિસ કરી શકાય છે.અહીંયા સરસ મજાનો સ્વિમિંગ પૂલ અને ટેનિસકોટ પણ કાયૅરત છે
અહીં સ્પોર્ટ હોસ્ટેલની પણ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ અત્યાધુનિક ગ્રાઉન્ડમાં શહેરના ડોક્ટરો, એન્જિનિયરો,વકીલો સહિત વેપારીઓ અને પ્રબુદ્ધ નગરજનો પણ ખૂબ મોટી સંખ્યામાં પોતાના સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા આવતાં હોય છે.
પાટણ ખાતે તૈયાર કરવામાં આવેલ આ ઇન્ટરનેશનલ કક્ષાનું ગ્રાઉન્ડ પાટણનું ઘરેણું સમાન બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here