પાટણ ઝવેરી બજારના પ્રમુખ દિલીપભાઈ મોદીની આગેવાની હેઠળ પાટણ ઝવેરી બજાર બન્યુ વધુ સુરક્ષીત – ગુન્હાખોરી પર સતત નજર સાથે લાગ્યા 6 સીસી ટીવી કેમેરા

​પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયી(IPS) અને પાટણ એ ડીવીઝન પી.આઈ કે.જે.ભોયેની ઉપસ્થિતિમાં પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પરીક્ષીતા રાઠોડના હસ્તે સુરક્ષામાં સહકાર બદલ સન્માન….

પાટણ જિલ્લાના વડુ મથક સમાન પાટણ ઝવેરી બજાર હવે સોના-ચાંદીની ખરીદી કરવા આવતા ગ્રાહકો અને વેપારીઓ માટે બની ગયું છે વધુ સુરક્ષિત! લાંબા સમયથી પાટણ ઝવેરી બજાર એસોસિએશન દ્વારા બજારને સંપૂર્ણ સુરક્ષિત અને સુસજ્જ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા, જે હવે સફળ સાબિત થયા છે.

આ મહત્ત્વપૂર્ણ અભિયાન અંતર્ગત પાટણ ઝવેરી બજાર એસોશીએશનના પ્રમુખ દિલીપભાઈ મોદીની દમદાર આગેવાની હેઠળ પાટણ ઝવેરી બજારની ચારેય બાજુ અને ઝવેરી બજારના મુખ્ય માર્ગોને જોડતા વિસ્તારોમાં ૬ અત્યાધુનિક સીસીટીવી કેમેરા સફળતાપૂર્વક લગાવી દેવામાં આવ્યા છે. આ કેમેરા મારફતે સમગ્ર ઝવેરી બજારમાં રાઉન્ડ ધ ક્લોક (ચારેય બાજુ) અદ્યતન કવરેજ મળી રહ્યું છે, જેથી ભવિષ્યમાં જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તુરંત જ ગુનેગારોનો પર્દાફાશ કરી શકાય. વેપારીઓનું સ્પષ્ટ માનવું છે કે આ કેમેરા તેમની સુરક્ષા માટે અત્યંત ઉપયોગી અને રક્ષક સાબિત થઈ રહ્યા છે.
આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા અને ઉત્કૃષ્ટ લોકઉપયોગી કામગીરી બદલ પાટણ પોલીસ પ્રશાસને પણ વેપારીઓની પીઠ થાબડી છે. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી (IPS) અને પાટણ શહેર એ ડિવિઝન પી.આઈ. કે.જે. ભોયેની ઉપસ્થિતિમાં પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પરીક્ષીતા રાઠોડના હસ્તે સુરક્ષામાં સહકાર બદલ પાટણ શહેરના ઝવેરી બજાર એસોસિએશનનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાટણ ઝવેરી બજાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ કે. મોદીએ પાટણ જિલ્લા એસ.પી. વી.કે. નાયી, પાટણ શહેર એ ડિવિઝન પી.આઈ. કે.જે. ભોયે, પરીક્ષીતા રાઠોડ તેમજ પાટણ એલસીબી ટીમ અને સમગ્ર પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોલીસ પ્રશાસન દ્વારા મળેલા આ સન્માનથી પાટણનું સમગ્ર ઝવેરી બજાર ગૌરવ અનુભવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here