ક્રિષ્ના ગ્રુપ દ્વારા પાટણથી તરભ ધામ જવા માટે દર પુનમે મુસાફરોની સંખ્યા વધુ હોય ડેપો મેનેજરને પાટણથી તરફ ધામ જવા માટેની બસ સેવા શરૂ કરવા ભલામણ કરી હતી જેને ધ્યાનમાં રાખીને તરફ ધામ જવા માટેની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.


આ બસ પાટણ ડેપો માંથી સવારે 10:00 કલાકે તરભ જવા માટે ઉપડશે અને તરભ ધામ થી 11:30 કલાકે પાટણ તરફ આવવા નીકળશે આમ પાટણના ભાવિક ભક્તો માટે દર પુનમે તરભ ધામ જવા માટેની સેવા માં ઉમેરો કરવામાં આવતા ક્રિષ્ના ગ્રુપના કિરણ દેસાઈ દિઘડી,લાલાભાઇ દેસાઈ (વામૈયા)પાટણ કાજાભાઈ, ગાંડાભાઈ, ધીરુભાઈ, હાર્દિકભાઈ. સેવાભાવી કોર્પોરેટર મનોજ પટેલ જયરામભાઈ દેસાઈ , નાગજીભાઈ દેસાઈ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તરભ ધામના મહંત શ્રી એ આ શરૂ કરાયેલી બસ સેવા ને કુમકુમ તિલકથી વધાવી ડેપો મેનેજર વી.પી . રાવલ નો તેમજ સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.




