સિધ્ધી સરોવર ના બ્યુટીફીકેશન થી પાટણની શોભામાં અભિવૃદ્ધિ થશે : કે. સી. પટેલ..
પાટણ તા. ૫
પાટણ નગરપાલિકા ના દ્વારા પાટણ શહેરમાં આવેલ સિદ્ધિ સરોવર માં ડેવલપમેન્ટ ઓફ અથૅવકૅ, સંરક્ષણ દિવાલનું બાંધકામ,વોક-વે-ફલોર,ગાડૅન ,સ્ટ્રીટ લાઈટ,ઈરિગેશન વકૅ,ટોઈલેટ બ્લોક,સી સી ટી વી કેમેરા,સિકયોરીટી રૂમ,રેલીંગ વકૅ, ડેકોરેટિવ વોલ અને ગઝેલો ના કામનું રવિવારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને હુડકો સ્વતંત્ર ડિરેક્ટર કે.સી.પટેલ સહિતના મહાનુભાવો ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
ખાતમુર્હુત કરતાં હુડકો ના ચેરમેન અને પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા શહેરી વિકાસ યોજના અંતર્ગત અનેક વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે ત્યારે પાટણ ના સિધ્ધી સરોવરના વિકાસ માટે અંદાજીત રૂ. ૪ કરોડથી વધુ નો ખચૅ કરવામાં આવનાર છે.આ સિધ્ધી સરોવરના વિકાસ કાર્યો થી પાટણની શોભામાં અભિવૃદ્ધિ થશે તેમ જણાવી સિધ્ધી સરોવરના વિકાસ કાયૅ નું કામ ગુણવત્તા યુકત બને તે માટે નગરપાલિકા તંત્ર ને સુચિત કરાયા હતા. સિધ્ધી સરોવરના વિકાસ કાયૅ ના ખાતમુહુર્ત પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, પાટણ શહેર પ્રમુખ હર્ષ પટેલ,પક્ષના નેતા દશરથજી ઠાકોર,વોર્ડ નંબર નવના કોર્પોરેટરોમાં દેવચંદ
ભાઈ પટેલ,ડો નરેશ દવે, પાલિકા ઉપપ્રમુખ હીનાબેન શાહ સહિતના કોર્પોરેટરો અને ભાજપના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સિદ્ધિ સરોવરના બ્યુટીફિકેશન બાદ આ સિધ્ધી સરોવર શહેરીજનો માટે પિકનિક પોઈન્ટ સમાન બની રહેશે તેવી સૌએ આશા વ્યકત કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



